તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં મકાનમાંથી દારૂની 66 બોટલ પકડાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં સીટી બી પોલીસે એક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની રૂ.33 હજારની કિંમતની66 બોટલ સાથે મકાનધારક શખ્સને દબોચી લીધો હતો.પોલીસે પકડાયેલા શખ્સની પુછપરછ હાથ ધરી છે.

જામનગરમાં સીટી બીના પી.આઇ. જે.વી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.વી.ચૌધરી અને ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસ ટુકડીને મચ્છરનગર વિસ્તારમાં આશાપુરા માતાજીના મંદિર નજીક એક રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાણો રાજેન્દ્રસિંહ વાળાના મકાનમાં દરોડો પાડયો હતો.

જે દરોડા વેળા અંદરથી ઇંગ્લીશ દારૂની 66 બોટલનો જથ્થો મળ્યો હતો.આથી પોલીસે મકાનધારક ધર્મેન્દ્રસિ઼હ ઉર્ફે ભાણાની અટકાયત કરી રૂ.33 હજારની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા શખ્સ સામે પ્રોહીબીશીન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જામનગરના ગુલાબનગરમાંથી પોલીસે દાઉદ ઇબ્રાહીમ દેદાણી નામના શખસને ઇંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડી પાડયો હતો. પોલીસે દારૂ કબજે કરી તેની સામે દારૂબંધી ભંગની કાર્યવાહી હાથ ધરી હતી.

33 હજારના દારૂ સાથે શખસની અટકાયત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો