Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં મનદુ:ખના કારણે બે પરિવાર વચ્ચે ધિંગાણું
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના રઝાનગરમાં સવારે થયેલી બોલાચાલીનુ મનદુ:ખ રાખીને બે પરીવાર વચ્ચે બઘડાટી બોલી હતી.જેમાં તલવાર,ધોકા અને લાકડી વડે સામસામા હુમલામાં તરૂણ સહીત ત્રણને ઇજા પહોચી હતી.પોલીસે બંને પક્ષોની ફરીયાદ પરથી ગુનો નોંધ્યો છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રજાનગર ખાતે રહેતા અલ્ફાઝ ગફારભાઇ ખીરા નામના તરૂણે પોતાના તથા દાદી હલીમાબેન અને માતા હસીનાબેન પર તલવાર,લાકડી અને પાઇપ વડે હુમલો કરી શરીરે નાની મોટી ઇજા કર્યાની ફરીયાદ ઇનાયત લતીફભાઇ ખીરા, લતીફ આમદભાઇ ખીરા, રઝીયાબેન લતીફભાઇ અને અફસાના હનીફભાઇ સામે નોંધાવી છે. આ હુમલામાં ઘવાયેલા તરૂણ સહીત ત્રણેયને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત અને સામાવાળા ઇનાયત વચ્ચે સવારે બોલાચાલી થઇ હતી જેનુ મનદુ:ખ રાખીને આ હુમલો કર્યાનુ સામે આવ્યુ છે.
જયારે સામાપક્ષે રઝીયાબેન લતીફભાઇ ખીરાએ પણ પોતાના પર લાકડાના ઘોકા વડે હુમલો કરી ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ હસન સીદીકભાઇ ખીરા, હસીનાબેન ગફારભાઇ ખીરા અને જમીલાબેન હસનભાઇ સહીત ચાર સામે નોંધાવી છે. ઇજાગ્રસ્તના દિકરાને સામાવાળા સાથે બોલાચાલી થઇ હતી જે બાદ રાત્રે સામાવાળા ઘર પાસે અપશબ્દો બોલતા હોવાથી ગાળો બોલવાની ના પાડી ઠપકો આપતા આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.પોલીસે સામસામી ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.