તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના રેસિડેન્ટ તબીબને ઇનામમાં કાર લાગ્યાનું કહી 11.71 લાખની ઠગાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરની હોસ્પીટલમાં રેસીડન્ટ તબીબ તરીકે કાર્યરત તબીબી વિધાર્થી યુવાને ઓનલાઇન ઘડીયાળ મંગાવ્યા બાદ સપ્તાહ પછી જુદા જુદા મોબાઇલ નંબર પરથી કોલ કરીને ઇનામમાં કાર લાગી છે એમ કહી ઇ ગઠીયાએ જુદા જુદા ખાતામાં રૂ.11.71 લાખ ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે બંને અજાણ્યા ઇ ગઠીયાને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં જી.જી. હોસ્પીટલ પરિસરમાં ન્યુ પી.જી. હોસ્પીટલ ખાતે રહેતા અને રેસીડન્ટ તબીબ તરીકે રહેલા મુળ પાલનપુરના વતની વિનોદકુમાર મોહનભાઇ ઝાલોડીયા નામના તબીબી વિધાર્થી યુવાને ગત મે માસમાં સ્નેપડીલ મારફતે ઓનલાઇન ઘડીયાળની ખરીદી કરી હતી જે ઘડીયાળની ડીલેવરીના થોડા દિવસ બાદ તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો કે,આ ખરીદીના કારણે તમને મેગા ડ્રોમાં ટાટા સફારી કાર ઇનામમાં લાગી છે. ત્યારબાદ સમયાંતરે તેમને જુદા જુદા બે મોબાઇલ નંબર પરથી કોલ કરીને રજીસ્ટ્રેશન સહીતના અલગ અલગ ચાર્જ પેટે જુદા જુદા ત્રણ બેન્ક ખાતામાં કુલ રૂ.11.71 લાખની રકમ જમા કરાવી લેવામાં આવી હતી. જોકે,ત્યારપછી અમુક સમય બાદ બંને મોબાઇલ નંબર સ્વીચ ઓફ બતાવતા હતા.જયારે તબીબને કાર કે રોકડ પણ પરત ન મળતા તેની સાથે છેતરપીંડી થયાનુ માલુમ પડયુ હતુ.આ બનાવની ભોગગ્રસ્તની ફરીયાદ પરથી પોલીસે જુદા જુદા મોબાઇલ નંબર અને બેન્ક ખાતાધારક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, જામનગર શહેરમાં હમણા થોડા સમયથી ઓનલાઇન છેતરપિંડીનો વ્યાપ વધ્યો છે અને થોડા સમયમાં જ બુલેટ ખરીદવાની લાલચમાં ઉપરા છાંપરી ત્રણ યુવાનો પણ
ઠગાયા હતાં.

જી.જી. હોસ્પિટલના તબીબ છાત્ર સાથે છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ

ઓનલાઇન ખરીદી મોંઘી પડી | ઘડિયાળ ખરીદ્યા પછી જુદા-જુદા નંબરથી ફોન આવ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો