જામનગરમાં મ્યુનિસપલ કમિશ્નર બંગલા પાછળ આવેલી કેતન સોસાયટીમાં 7

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં મ્યુનિસપલ કમિશ્નર બંગલા પાછળ આવેલી કેતન સોસાયટીમાં 7 શ્વાનના શંકાસ્પદ મોતથી ચકચાર જાગી છે.ભોજનમાં ઝેરી દવા ભેળવી શ્વાનને મારી નાંખ્યાની ચર્ચા જોરશોરથી શરૂ થઇ છે.શ્વાનના ત્રાસ કે અન્ય કોઇ કારણસર આ પગલું ભરવામાં આવ્યું છે તે તપાસનો વિષય બન્યો છે.બીજીબાજુ શ્વાનના ભેદી મોતથી જીવદયાપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

જામનગર શહેરમાં રખડતા કૂતરાના ત્રાસે માઝા મૂકી છે.મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શેરી,ગલીઓ અને અમુક માર્ગો પર કૂતરાઓના અડીંગાઓને કારણે નિકળવું મુશ્કેલ બન્યું છે.આ સ્થિતિમાં શહેરમાં મ્યુ.કમિશ્નર બંગલા પાછળ આવેલી કેતન સોસાયટીમાં સોમવારે એક સાથે 7 શ્વાનના મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉઠયા છે.ખોરાકમાં ઝેરી દવા ભેળવી શ્વાનને મોતને ઘાટ ઉતરાયાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે,ત્યારે કૂતરાઓના ત્રાસ કે અન્ય કોઇ કારણોસર આ પગલું ભરવામાં આવ્યું છે તે તપાસનો વિષય બન્યો છે.બનાવની જાણ થતાં જામ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કૂતરાના મૃતદેહ ઉપાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.જો કે,કૂતરાના મોતથી રોષે ભરાયેલા રહેવાસીઓ અને જીવદયાપ્રેમીઓએ સોલીડ વેસ્ટ વિભાગના સ્ટાફને ઉગ્ર રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...