જામનગર મહાનગરપાલિકાના ફુડ શાખાએ 10 ખ્યાતનામ હોટલ અને રેસ્ટોરન્ટમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાના ફુડ શાખાએ 10 ખ્યાતનામ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકીંગમાં વાસી ખોરાક મળી આવતા નાશ કર્યો હતો. ફુડ શાખા દ્વારા સાધના કોલોની, રણજીતસાગર રોડ પરથી લાલપુર બાયપાસ સુધીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકીગ કામગીરી કરી હતી. જેમાં સાધના કોલોનીમાં આવેલ એવન ફાસ્ટ ફુડમાં ભાત 3 કીલો, નુડલ્સ એક કીલો, સંભાર 5 કીલો વાસી મળતા નાશ કર્યો તથા પટેલ પાર્ક પાસેની માલધારી ડી. હોટલ, ગ્રીન સીટી સામેની યોગી ફુડસ, ઝાયકા રેસ્ટોરન્ટમાં 4 કીલો બટેટા, ભાત, બોઇલ્ડ, શાકભાજી ગ્રેવી, કાબુલી ચણા 5 કીલો મળી કુલ 9 કીલો વાસી ખોરાકનો નાશ તથા ગ્રીનસીટી પાસે પરીવાર રેસ્ટોરન્ટમાં બોઇલ્ડ વેજી 2 કીલો, ડ્રેગન પોટેટો એક કિલો, મચુરીયન 1 કીલો, ભાત 2 કીલો, નુડલ્સ એક કીલો, કાંદાભાજી એક કીલો, ટમેટોસોસ બે કીલો, વટાણા એક કીલો મળી 11 કીલો વાંસી ખોરાક મળ્યો ઉપરાંત સુભાષ પાર્ક સામે આવેલ ભોલા પંજાબી ધાબામાં મંચુરીયન કલરયુકત 10 કીલો, આરો 2 કીલો, નુડલ્સ-2 કીલો, બોઇલ વેજી-3 કીલો, ભાત-2 કીલો, કાંદાભાજી-3 કીલો, દાળ-1 કીલો મળી કુલ 23 કીલો વાસી ખોરાકનો નાશ તથા કંસારા હોલ પાસેની રોયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ, શાંતિ હોટલ લાલપુર બાયપાસ-કાલાવડ તરફ, સપના ગાર્ડન રેસ્ટોરન્ટ લાલપુર બાયપાસ, પીટર ઝોન પીઝા ગ્રીન સીટીમાં ચેકીંગ હાથ ધરી વાસી ખોરાકનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...