તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં સરકારી કર્મચારીઓની ચૂંટણી તાલીમ સાથે યોજાયેલા મતદાનમાં જામનગર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં સરકારી કર્મચારીઓની ચૂંટણી તાલીમ સાથે યોજાયેલા મતદાનમાં જામનગર લોકસભા બેઠક માટે 206 અને 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે 30 મત પડયા હતાં.તાલીમમાં 2658 કર્મીએ ભાગ લીધો હતો.જયારે અન્ય કર્મચારીઓ ઇડીસીથી મત આપશે.

જામનગરમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા જુદા-જુદા સરકારી વિભાગના કર્મચારીઓએ મતદાન મથકમાં કેવી રીતે ફરજ બજાવવી,કોઇ સમસ્યા કે પ્રશ્ન ઉદભવે તો કંઇ રીતે નિરાકરણ કરવું તે સહીત અન્ય બાબતોની સેકન્ડ તાલીમની સાથે મતદાનનું આયોજન ચાર વિધાનસભા બેઠક પર રવિવારે કર્યું હતું.જેમાં 76- કાલાવડ બેઠક માટે ધ્રોલની હરધ્રોળ હાઈસ્કૂલ,77-જામનગર ગ્રામ્ય બેઠક માટે એમ.પી.શાહ મેડીકલ કોલેજ ઓડીટોરિયમ હોલ,78-જામનગર ઉતર બેઠક માટે ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિ.,ધન્વતરી હોલ અને 79-જામનગર દક્ષિણ બેઠક માટે એમ.પી.શાહ કોમર્સ કોલેજ,તન્ના હોલમાં સરકારી કર્મીઓએ તાલીમ સાથે મતદાન કર્યું હતું.તાલીમમાં કુલ 2658 કર્મચારીઓએ ભાગ લીધો હતો.જેમાં લોકસભા બેઠક માટે 206 અને ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે 30 મત પડયા હતાં.અન્ય સરકારી કર્મી ઇલેકશન ડયુટી પ્રમાણપત્ર મેળવી 23 એપ્રિલના મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...