તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં મકાન, રિક્ષામાંથી દારૂની 174 બોટલ ઝડપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં મધુરમ રેસીડન્સી સિધ્ધનાથ બંગલામાં પોલીસે દરોડો પાડતાં મગન સીંગાણીયા મકાનમાંથી દારૂની 60 બોટલ કિં.રૂ.30000 મળી આવી હતી.પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.દરોડા દરમ્યાન મગન મળી ન આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.અન્ય દરોડામાં ત્રણ દરવાજા પાસે શનિવારે રાત્રીના 12.30 વાગ્યા આસપાસ પસાર થતી બજાજ રીક્ષા નં.જીજે10ટીવી3731 ને પોલીસે આંતરી તલાસી લેતાં રીક્ષામાંથી અંગ્રેજી દારૂની 114 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રીક્ષાના ચાલક ઇમરાન ઇકબાલ શેખની ઘરપકડ કરી દારૂ અને રીક્ષા મળી કુલ રૂ.145600ની મતા કબ્જે કરી હતી.દરોડા દરમ્યાન યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા(રે.મચ્છરનગર) ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ધ્રોલમાં વાણીયાચોકમાં પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડી દારૂની 81 બોટલ કિં.રૂ.40500 સાથે હુશેન કાસમ બિનસીદીક,અબ્જલ ઉર્ફે અબુ કાસમ બિનસીદીક,સલમાન ઉર્ફે સલુ ફીરોજ ઘોરા,ઇમ્તીયાઝ કાસમ બિનસીદીકને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો