જામનગર જિલ્લામાં આવેલો વનવિસ્તાર વનસ્પતિઓની સાથે-સાથે ઘણા બધા ખનીજોથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લામાં આવેલો વનવિસ્તાર વનસ્પતિઓની સાથે-સાથે ઘણા બધા ખનીજોથી સમૃદ્ધ છે. કુદરતની આવી અમૂલ્ય સંપતિ અને ખુલ્લી તિજોરી પર તરાપ મારવા માટે ઘણા બધા અસામાજિક તત્વો અને તકસાધુઓ તકની રાહમાં હોય છે. જામનગરના ઘણા વિસ્તારમાં ચૂનાના પથ્થર મળી આવે છે. વનવિભાગના આવા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનન કરીને બેલા બનાવવાની પ્રવૃત્તિઓ દ્વારા રૂપિયા કમાવા કેટલાક લોકો ઈચ્છુક હોય છે.

આવી પ્રવૃત્તિ અંગે જામનગર વનવિભાગને ખાનગી બાતમી મળતા આવા અસામાજિક તત્વો જંગલમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરી શકે તે માટે જામનગર વનવિભાગ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન કાલાવડ તાલુકાના હરીપુર મેવાસા ગામની સીમની નજીક આવેલા વન વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કરવાની પૂર્વ તૈયારીઓ કોઈ અજાણ્યા શખ્સો કરી હોય તેમ ધ્યાન પર આવ્યું હતું.જેને અનુસંધાને વનવિભાગે કાયદેસરની કાર્યવાહી કરી એક જનરેટર જેની અંદાજિત કિંમત આશરે 1.50 લાખ તેમજ અન્ય ચીજવસ્તુઓ જેની અંદાજિત કિંમત 10000 આમ કુલ અંદાજિત 1.60 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કોમ્બિંગ ઓપરેશનમાં આર.એફ.ઓ શ્રી ભોરણીયા, પરમાર,ભેડા તેમજ 45 થી વધુ સ્ટાફે ભેગા મળીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...