જામનગર | ભારતીય વિદ્યા ભવન સંચાલિત એ.કે.દોશી મહિલા કોલેજમાં કોલેજના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ભારતીય વિદ્યા ભવન સંચાલિત એ.કે.દોશી મહિલા કોલેજમાં કોલેજના આચાર્યા ડો. ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શન હેઠળ મનોવિજ્ઞાન વિભાગ દ્વારા માનસિક રોગો અને તેના ઉપાયો વિષયક વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં માનસિક આરોગ્ય કેન્દ્ર શહેરના મનોચિકિત્સક ડો. કૌશલ શાહે સાંપ્રત સમયમાં ભાગદોડ ભર્યા જીવનમાં માનસિક રોગો બહુ ઝડપથી થતાં હોય છે તેના કારણો, લક્ષણો અને ઉપાયો વિશે સમજ આપી હતી તથા માનસિક આરોગ્ય કેન્દ્રના રમેશભાઈ ગાંભવાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. પી.આર.રાજાણી, ડો. કેતન ધોળકિયા અને અન્ય અધ્યાપકો તથા વિદ્યાર્થિની બહેનો જોડાયા હતાં. કાર્યક્રમનું સંચાલનઆરતી ગોસ્વામીએ અને આભાર દર્શન રિન્કલ દશાડિયાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...