તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના વિભાગ-11 ની ચૂંટણીમાં 10 માંથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના વિભાગ-11 ની ચૂંટણીમાં 10 માંથી 5 ઉમેદવાર વિજેતા થયા હતાં.કુલ 142 માંથી 131 મત પડયા હતાં.વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જુદા-જુદા વિભાગો પૈકીના 11 માં પ્રોફેશ્નલ(વકીલોના)વિભાગની ચૂંટણી સોમવારના યોજાઇ હતી.જેમાં 10 ઉમેદવાર મેદાનમાં હતાં.ચૂંટણીમાં કુલ 142 માંથી 131 મતદારોએ મતદાન કર્યું હતું.સાંજે હાથ ધરાયેલી મતગણતરીના અંતે પંકજભાઇ વાધરને 103,કમલેશભાઇ રાઠોડને 108,અક્ષતભાઇ વ્યાસને 99,ભરતભાઇ ઓઝાને 101,ભાવીનભાઇ ધોળકિયાને 104 મત મળતા વિજેતા થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...