જામનગરમાં દુકાનના ભાગ મામલે મનદુ:ખ થતા ભત્રીજા પર કાકાનો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં શ્રમીક યુવાન પર દુકાન મામલે ચાલતા મનદુ:ખના કારણે કાકા,કાકી અને પિતરાઇ ભાઇ સહીત પાંચ શખ્સે વારા ફરતી ધસી આવીને હુમલો કર્યાનો બનાવ બહાર આવ્યો છે.દુકાન મામલે કાકા-ભત્રીજા વચ્ચે ચાલતા ડખ્ખાના કારણે આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.

જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા અસગરભાઇ જુસબભાઇ ચૌહાણ નામના યુવાને પોતાના પર વારા ફરતી ધસી આવેલા કાકા હુશેન અલીભાઇ ચૌહાણ, પિતરાઇ રમજાન હુશૈનભાઇ,હબીબ કાસમભાઇ સોઢા, અલ્તાફ હબીબભાઇ સોઢા અને શહેનાઝ હુશેનભાઇ ચૌહાણે હુમલો કરી મુંઢ ઇજા પહોચાડીને ગાળો ભાંડયાની ફરીયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત યુવાન અસગરભાઇ અને તેના કાકા હુશેન ચૌહાણ વચ્ચે બેડેશ્વર વિસ્તારમાં આવેલી ગોડાઉન નં.10 વાળી દુકાન મામલે મન દુ:ખ ચાલતુ હોવાના કારણે કાકા ઉપરાંત કાકી અને પિતરાઇ ભાઇ સહીત પાંચેય શખ્સે આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.આ દુકાન પણ હાલ સામાવાળા હુશેનભાઇનો કબજો હોવાનુ પણ સુત્રોએ જણાવ્યુ છે. પાંચેય સામે ગુનો નોંધીને વધુ તપાસ એએસઆઇ જાડેજાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...