જામનગર 12 સંસદીય લોકસભાની બેઠકમાં નવા નવા સમીકરણો સર્જાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર 12 સંસદીય લોકસભાની બેઠકમાં નવા નવા સમીકરણો સર્જાઇ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં ભાજપનાં ત્રણ આગેવાનો એકાએક કોંગ્રેસમાં જોડાય ગયા છે. દ્વારકા જિલ્લા ભાજપના આગેવાન અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય લખુભાઇ ગોજીયા, કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મશરીભાઇ ગોરીયા અને ભાટિયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અરજણભાઇ કણજારીયા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાય ગયા છે. આ ઘટનાક્રમથી દ્વારકામાં પુન: રાજકિય ભૂકંપ આવ્યો છે. આગામી સમયમાં હજું નવા જુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...