તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિનાલી બની જિનસીતાશ્રીજી મહારાજ સાહેબ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરની તેજસ્વી અને શિક્ષિત યુવતી જીનાલી મહેતાએ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવી દીક્ષા અંગીકાર કરતા જીનસીતાશ્રીજી મહારાજ સાહેબ બન્યા છે.દીક્ષા મહોત્સવમાં બહોળી સંખ્યામાં જૈન શ્રાવક અને શ્રાવિકા ઉમટી પડયા હતાં.

જામનગરના વેપારી અમિતભાઇ મહેતાની શિક્ષિત અને નૃત્યમાં પારંગત તથા રાજયકક્ષાએ ખો-ખો રમી ચૂકેલી જીનાલીનો દીક્ષા મહોત્સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો હતો.શનિવારે મુમુક્ષુ જીનાલીનો વર્ષીદાનનો વરઘોડો શહેરના રાજમાર્ગો પરથી નીકળ્યો હતો.રવિવારે ઓશાવાળ સેન્ટરમાં જીનાલીએ ગચ્છાધિપતિ વિજયકલ્પજય સૂરીશ્વશજી મહારાજની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષા અંગીકારની વિધિ ચાર કલાક ચાલી હતી.જીનાલીએ દીક્ષા અંગીકાર કરતાં જીનસીતાશ્રીજી મહારાજ સાહેબ બની હતી.દીક્ષા વિધિ બાદ સંઘજમણ યોજાયું હતું.સંઘ જમણનો 6000 થી વધુ જૈન સમાજના લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો