તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયા પાલિકાએ ચાર વર્ષમાં માત્ર 6 સામાન્યસભા બોલાવી હોવાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા પાલિકા હાલ ભાજપ શાશિત છે.ત્યારે શાશકપક્ષની જ અંદરોઅંદરની લડાઇ સામાન્યસભા બોલાવવામાં નડતરૂપ રહેતી હોવાનો ગંભીર આક્ષેપ વિરોધપક્ષના પૂર્વ નેતાઓ લગાવ્યો છે.મ્યુનિસિપલ એક્ટ મુજબ પાલિકાએ એક વર્ષમાં ચાર સામાન્ય સભા બોલાવવાની હોઇ છે.ભાજપ સતાવાળાઓએ ખંભાળિયા પાલિકામાં ચાર વર્ષ પુર્ણ થવા છતા અત્યાર સુધી માત્ર 6 સામાન્યસભા બોલાવી હોવાનો પણ આક્ષેપ મુક્યો છે.ત્યારે શહેરના વિકાસ માટે સમયસર સામાન્યસભા બોલાવવા કલેક્ટર સમક્ષ લેખિતમાં પણ રજુઆત થઇ છે.

શહેરમાં વિકાસકાર્યોના એજન્ડાને બહાલી આપવા પાલિકા દ્વારા મ્યુનિસિપલ એક્ટ મુજબ નિયમોનુસાર સામાન્યસભા બોલાવાની થતિ હોઇ છે.જેમાં પ્રજાલક્ષી એજન્ડાને બહાલી આપી કામો કરવાના હોઇ છે.પરંતુ ખંભાળિયા પાલિકામાં ઉલ્ટુ જોવા મળી રહ્યું છે.પાલિકામાં શાશકપક્ષમાં જ અંદરોઅંદરની લડાઇના કારણે નિયતસમયે સામાન્યસભા મળતી નથી.પરિણામે ખંભાળિયાની પ્રજાને વિકાસકાર્યોનો પુરતો લાભ આજે પણ મળ્યો નથી.પાલિકામાં અત્યાર સુધીમાં એટલે કે ચાર વર્ષમાં 16 સભા બોલાવાની થતિ હોઇ છે.જેની સામે માત્ર 6 જ જનરલબોર્ડ મળી હોવાનો વિરોધપક્ષના પૂર્વ નેતા સભાષભાઇ પોપટે લગાવ્યો છે.શહેરના વિકાસકાર્યો ઠપ્પ ન થાઇ તે માટે ધારાસભ્યને સાથે રાખીને કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી છે.મહત્વનું છે કે,પાલિકાના સતાધિશોએ પ્રજાલક્ષી કામગીરીને ધ્યાને રાખી અને નિયમોનુસાર જો જનરલબોર્ડ બોલાવામાં આવે તો ખંભાળિયા પાલિકા વિસ્તારમાં અનેક વિકાસકાર્યોની લ્હાણી શહેરીજનોને મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...