તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.પં.ના સદસ્યોના પ્રેરણા પ્રવાસ, એસી ખરીદીના એજન્ડાથી વિવાદનાં એંધાણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક અને સામાન્ય સભા બુધવારના મળશે.કારોબારી સમિતિમાં એસી ખરીદી અને સામાન્ય સભામાં સદસ્યોના આંતરરાજય પ્રવાસના એજન્ડાથી વિવાદના એંધાણ વર્તાઇ રહ્યા છે.સામાન્ય સભાની કાર્યસૂચિમાં મોટી ખાવડી ગ્રામ પંચાયતનું વિભાજન કરી ગંગેશ્વર ગ્રામ પંચાયતની રચનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક બુધવારે સવારે 11.30 કલાકે અને 12.30 કલાકે વર્ષ 2019-20 ની ત્રીજી ખાસ સામાન્ય સભા મળશે.કારોબારી સમિતિની બેઠકમાં જિલ્લા સહકારી નિધિમાંથી કામને મંજૂરી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયતની ચેમ્બર માટે કોમ્પ્યુટર સેટની ખરીદી,બાંધકામ વિભાગના કામોની વહીવટી મંજૂરી,સિંચાઇ સમિતિના ચેરમેનની ચેમ્બરમાં એસી ફીટ કરવાના એજન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ સામાન્ય સભામાં જામનગર તાલુકાની મોટી ખાવડી ગ્રામ પંચાયતનું વિભાજન કરી ગંગેશ્વર ગ્રામ પંચાયતની રચના કરવા, રેફયુજી ડીસ્પેન્સરીને જોડિયા તાલુકાના વાવડી ગામે સ્થળાતંર કરવા, આરોગ્ય કેન્દ્રોમાં એનીમિયા માપક યંત્રની ખરીદી કરવા, રેતી, કંકર, ગ્રેવલ અને ખનીજ રોયલ્ટીના કામો રદ કરવા, જિલ્લા પંચાયતના સદસ્યોના આંતરરાજય પ્રેરણા પ્રવાસનો એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો