તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત દેશના ઇપીઅેસ 95 યોજના સાથે જોડાયેલી 62 લાખથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત દેશના ઇપીઅેસ 95 યોજના સાથે જોડાયેલી 62 લાખથી પણ વધુ પેન્શરોની સંખ્યાનું સંચાલન કરી રહેલા અધ્યક્ષ દ્વારા અન્ય રાજયમાં ફરીને સંગઠનનું શકિતબળ વધારવાનું કાર્ય ચલાવી રહ્યા છે. વડાપ્રધાન સહિતનાઓને મળી આવેદન આપ્યા છે અને ઇપીએસ 95 યોજનાના પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા માંગ કરી છે.

તા. 4 થી 7 ડિસે. 2018ના દિલ્હીમાં ભવિષ્ય નિધિ સંગઠનની કચેરીમાં અનશન પર ઉતર્યા હતાં તે અંગે લગત મંત્રાલયને લેખિતમાં અગાઉ જણાવ્યુ અને તા. 7ના હજારોની સંખ્યામાં અાત્મદાહ માટે તૈયાર થતા શ્રમ અને રોજગાર મંત્રાલયના જવાબદાર અધિકારી તા. 6ના અનશનના સ્થળે આવી પારણા કરાવ્યા હતાં અને સરકાર પેન્શન અંગેની માંગણીઓ સાથે સંમત છે તેમ જણાવ્યું હતું પરંતુ હજુ સુધી કોઇપણ પ્રકારનો સરકાર દ્વારા પ્રત્યુતર ન મળતા રોષની લાગણી જન્મી છે અને સરકાર દ્વારા સમય મર્યાદામાં માંગણી મુજબનું પેન્શન રૂા. 7500, મોંઘવારી ભથ્થું મજુર કરવામાં વિલંબ થાય તો વચગાળાની રાહત પેટે રૂા. પાંચ હજાર મજુર કરવા માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...