તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં ગરીબ પરિવારોના નવજાત શિશુઓ માટે માનવતા પ્રોજેકટનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં રોટરેકટ કલબ ઓફ ઇમેજીકા યુથ દ્વારા શહેરમાં ભલાઇના બોકસના નવતર પ્રયોગ દ્વારા સમાજના છેવાડાના તબકકાના લોકોની સેવા કરવાનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં શહેરના મુખ્ય સ્થળોએ મુકાયેલા આવા બોકસના માધ્યમથી મળેલા કપડા સહીતની વસ્તુઓનો સદઉપયોગ કરી સરકારી હોસ્પીટલમાં ચાલીશ નવજાત શીશુઓને ખાસ કપડાની કિટનુ વિતરણ કરતા આવા જરૂરતમંદ પરીવારોની આંખો હર્ષાશુ છવાયા હતા. છોટી કાશી જામનગરમાં ડીસેમ્બર-2017માં શરૂ થયેલી રોટરેકટ કલબ ઓફ ઇમેજીકા યુથ દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ ભલાઇના બોકસ મુકવામાં આવ્યા છે.

જેમાં શહેરીજનોને જુદી જુદી અન્ય વર્ગને ઉપયોગી થાય એવી ચિજ વસ્તુઓ મુકીને જરૂરતમંદ લોકોને સહાય માટે અપીલ કરવામાં આવી છે. સંસ્થાની આ અપીલને પણ નોંધપાત્ર પ્રતિસાદ સાંપડતા લગભગ ત્રણ માસ દરમિયાન આવા જુદા જુદા સ્થળોએ મુકાયેલા બોકસો 80 વખત છલકાયા હોવાનુ સંસ્થાએ જણાવ્યુ હતુ.

આ વિભિન્ન બોકસો મારફતે સાંપડેલા કપડાઓનો સદ ઉપયોગ કરી અલગ અલગ વસ્ત્રોનુ જરૂરી રીપેરીંગ બાદ તેને નવસાધ્ય કરીને જરૂરતમંદ પરીવારો સુધી પહોચતા કરવા માટે અભિયાન હાથ ધર્યુ છે.જેમાં ગત બીજી નવેમ્બરના રોજ સંસ્થા દ્વારા માનવતા પ્રોજેકટની જી.જી.હોસ્પીટલમાં શરૂઆત કરવામાં આવી છે.

જેમાં જરૂરતમંદ પરીવારોના ચાલીશ જેટલા નવજાત શીશુને ખાસ હસ્તકળાથી નિર્મિત ગોદડીયા, બાળોતીયા, કપડા, રમકડા સહીતની કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વેળાએ નવજાત બાળકોની જનેતા સહીતના પરીવારજનોના ચહેરા પણ આનંદની લાગણી જોવા મળી હતી.

નવજાત શિશુઓ માટે કંઇક કરવાના વિચાર સાથે આરંભાયો સેવાયજ્ઞ
સંસ્થાને મળેલા કપડા સહિતની જુદી જુદી વસ્તુઓનુ નાઘેડી, હાપા, લાલપુર બાયપાસ, ઠેબા ચોકડી સહીતના નગરસીમ વિસ્તારોમાં વસતા ગરીબ જરૂરતમંદ પરિવારોને વિનામુલ્યે આપવામાં આવ્યા છે.

શહેરમાં આ સ્થળે કાર્યરત ભલાઇના બોકસ
શહેરમાં જુદા જુદા મુખ્ય સ્થળો તળાવની પાળ, કાશી વિશ્વનાથ મંદિર, સાંઇબાબા મંદિર-ગાંધીનગર, સુખનાથ મહાદેવ મંદિર-રાજપાર્ક અને દિગ્જામ સર્કલ સહીતના વિસ્તારોમાં જુદા જુદા દશ જેટલા ભલાઇના બોકસ મુકવામાં આવ્યા છે જેમાં જરૂરતમંદ પરીવારોને ઉપયોગી વસ્તુ મુકવા માટે સંસ્થા દ્વારા શહેરીજનોને અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...