તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીસીએસઆરડીએ મીઠાપુરમાં ડ્રાય વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટએ બુધવારના મીઠાપુરમાં એક ડ્રાય વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ થયેલી એક પહેલ છે. દેવભૂમિ દ્વારકાનાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. નરેન્દ્ર કુમાર મીણા, ટાટા કેમિકલ્સ, મીઠાપુરનાંહેડ-પ્રોજેક્ટ્સ અને ટેક્નિકલ સર્વિસીસ અશોક દાણી, એચઆર અને એડમિનનાં ડીજીએમ ડી. બી. શુક્લા અને ટીસીએસઆરડીની ટીમ ઉપસ્થિત રહી હતી. પ્લાન્ટ ત્રણ પ્રકારનાં પ્લાસ્ટિકનાં કચરાનું પ્રોસેસિંગ કરશે, ઔદ્યોગિક, મ્યુનિસિપલ અને સ્ક્રેપ, પ્રોસેસ્ડ પ્રોડક્ટનો એક ભાગ સ્થાનિક સિમેન્ટ પ્લાન્ટને પૂરો પાડવામાં આવશે જે તેનો ઇંધણ તરીકે ઉપયોગ કરશે તેમજ સર્ક્યુલર ઇકોનોમીની વિભાવનાને ટેકો આપશે. ટીસીએસઆરડી હંમેશા એક્ષ્ટેન્ડેડ પ્રોડયુસરની જવાબદારીનાં નિયમો મુજબ, પ્લાસ્ટિકનાં કચરાનાં એકત્રીકરણ, અલગીકરણ અને સુરક્ષિત નિકાલ સહિત કચરાનાં વ્યવસ્થાપનને આગળ વધારવા પગલાં લે છે.

અન્ય સમાચારો પણ છે...