ખંભાળિયા તાલુકાના બારા ગામે ભેદી રોગચાળાના પગલે આરોગ્ય વિભાગની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા તાલુકાના બારા ગામે ભેદી રોગચાળાના પગલે આરોગ્ય વિભાગની ટીમે દોડી જઇ દર્દીઓના લોહીના નમૂના લીધા હતાં.જેમાં 3 દર્દીઓને ચીકનગુનિયા પોઝીટીવ હોવાનું બહાર આવ્યું છે.બીજીબાજુ આરોગ્યના સાધનનો અભાવ હોવાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

બારા ગામે 20 થી વધુ દિવસથી ગામમાં 100 થી વધુ લોકો એક સાથે બીમાર પડતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઇ છે. ગામમાં ભેદી રોગચાળાના અહેવાલોથી આરોગ્ય વિભાગની ટીમ બારે ગામે દોડી ગઇ હતી.પરંતુ બીમાર તંત્ર ના સાધનો પણ બીમાર જોવા મળ્યા હતાં. આથી ગામમાં મચ્છરનો ઉપદ્રવ રોકવા માટે લાવેલ ફોગીંગ મશીન પણ બંધ હતાં. બીજી બાજુ દર્દીઓના બ્લડ અને યુરિનના ટેસ્ટ લેવાતા 3 થી વધુ લોકોમાં ચિકન ગુનિયા પોઝીટીવ કેસ જોવા મળતાં આરોગ્ય વિભાગ વધુ સર્તક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...