લીંબડી ગામે વાહન રિપેરિંગ બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

DivyaBhaskar News Network

Jan 07, 2019, 02:36 AM IST
Jamkhambhaliya News - in the limbdi village there is a scuffle between two groups regarding vehicle repair 023650
કલ્યાણપુર તાલુકના લીંબડી ગામે વાહન રીપેરીંગ કરવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી. સશસ્ત્ર મારામારીમાં ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી.બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

લીંબડી ગામે રહેતો અરજણ કેસુરભાઇ ચાવડા(ઉ.વ.32) શનિવારના પોતાના સંબંધીનું છોટા હાથી રીપેર કરાવવા લીંબડી ગામના પાટિયા પાસે આવેલા ભનુભાઇના ગેરેજે ગયો હતો.જયાં વાહન રીપેરીંગ બાબતે મનદુ:ખ થતાં ભનુ જાદવ,હેભા સામત અને કાના ઠેબાએ તલવાર અને લાકડી વડે અરજણ પર હુમલો કર્યો હતો.આથી અરજણને ઇજા પહોંચી હતી.બનાવ અંગે અરજણેફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. સામાપક્ષે હેભાભાઇ સામતભાઇ કંડોરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર વાહનમાં વેલ્ડીંગ કરવા મામલે બોલાચાલી થતાં અરજણ કેસુર ચાવડા અને રીતા કેસુર ચાવડાએ હેભાભાઇ તથા કાનાભાઇને ગાળો ભાંડી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

X
Jamkhambhaliya News - in the limbdi village there is a scuffle between two groups regarding vehicle repair 023650
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી