તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર અને દ્વારકામાં ફર્સ્ટ લેવલ ચેકિંગમાં 112 વીવીપેટ મશીન ખરાબ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે ત્યારે જામનગર અને દ્વારકા લોકસભા મતક્ષેત્ર માટે મળેલા ઇવીએમ અને વીવીટેટની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.જામનગર લોકસભા મતક્ષેત્ર માટે ફાળવાયેલા 1660 વીવીપેટમાંથી 77 ખરાબ નિકળ્યા છે.તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતક્ષેત્રમાં ફાળવેલા 850માંથી 35 જેટલા વીવીપેટ ખરાબ નિકળ્યા છે.જેથી તંત્ર દ્વારા ખરાબ 112 જેટલા વીવીપેટને પરત કરાયા છે.

કલેક્ટર કચેરિના બેઇઝમેન્ટમાં શરૂ થયેલી વીવીપેટની ચકાસણીનું કાર્ય પુર્ણ થયું છે.તજજ્ઞોએ રાજકિય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરાયેલ ફર્સ્ટ લેવલ ચેકિંગમાં જામનગરને ફાળવાયેલ 1660 પૈકી 1583 વીવીપેટ પરીક્ષણમાં ઓકે સાબીત થયા છે.જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 850માંથી 815 વીવીપેટ પરીક્ષણમાં પાસ થયા છે.જ્યારે 112 જેટલા વીવીપેટ મશીન જે ફોલ્ટ નિકળ્યા છે.તેને કંપનીમાં પરત મોકલી આપવામાં આવ્યા છે.અને બન્ને જિલ્લાને ખરાબ નીકળેલા વીવીપેટના સ્થાને નવા વીવીપેટ ફાળવવામાં આવશે.ચૂટણી અધિકારીઓ અને રાજકિય પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં એફએલસીના પરિક્ષણમાં જ જેટલા વીવીપેટ ક્ષતિગ્રસ્ત હાથ લાગ્યા તે તમામ નવા ફાળવવામાં આવશે.

નવા વીવીપેટ મગાવાયા
ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયામાં જે વીવીપેટ ખરાબ હાથ લાગ્યા હતા, તેને તાત્કાલીક કંપનીમાં પરત કરી દેવાયા છે અને નવા વીવીપેટ મગાવાયા છે. ટૂંક સમયમાં નવા વીવીપેટ આવશે. સી. કે. ઉંધાડ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો