તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાપાના આંગણે સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ જનોઇ તથા સમૂહ લગ્ન સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ- જામનગર દ્વારા હાપાના ચામુંડા મંદિરમાં 18મી સમૂહ જનોઇ તથા 4થા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 7 નવદંપતીઓ લગ્નના તાંતણે બંધાયા હતા. તેમજ 8 બટુકોઅે જનોઇ ધારણ કરી હતી.

ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ- જામનગર દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં મંડપ રોપણ, સાંજીના ગીત, પીઠી રોપણ, ડાંડીયા રાસ, હસ્ત મેળાપ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દાતાઅો દ્વારા દીકરીઅોને 112 થી વધુ વસ્તુનંુ કરિયાવરૂપી દાન આપયું હતું. આ તકે દ્વારકા, રાજકોટ, ભુજ, ભાટિયા, ખંભાળિયા સહિતના શહેરોમાંથી આશરે 4 હજાર જેટલા ભૂદેવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં દાતા હર્ષદભાઇ વ્યાસ, જયવીનભાઇ દવે, યજ્ઞેશભાઇ દવે, મુકેશભાઇ નાકર, નરેન્દ્રભાઇ પુરોહિત, નિખિલભાઇ ભટ્ટ, ડો. કે. અેમ. આચાર્ય, પી.સી. ખેતિયા, દેવેનભાઇ જોષી, મહેન્દ્રભાઇ ભટ્ટ, એન.પી. જોષી, પ્રફુલ્લભાઇ જોશી સહિતનાઓનો સહયોગ સાંપડ્યો હતોે. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ મનોજભાઇ જોશી, મહામંત્રી દિક્ષિતભાઇ મહેતા, હર્ષદભાઇ વ્યાસ, નિખિલભાઇ ભટ્ટ, સુધીરભાઇ ત્રિવેદી, રમેશભાઇ ત્રિવેદી, પ્રફુલ્લભાઇ જોશી, સચીનભાઇ રાજ્યગુરૂ, ધ્વનીલ જોશી,શિવમ જોશી, તેજશ અત્રી, તુષાર જોશી, મૃગેશ દવે, ધીરૂભાઇ મહેતા, ડો. વિપુલભાઇ વ્યાસ, ઉમેશભાઇ ત્રિવેદી, મંથન મહેતા, ભાસ્કરભાઇ ઠાકર, નંદિશ મહેતા, જીતુભાઇ વ્યાસ, પાર્થ વ્યાસ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મનોજભાઇ જોશી તથા દિક્ષિતભાઇ મહેતા, હર્ષદભાઇ વ્યાસે કર્યું હતું.આ કાર્યક્રમમા બહોળી સંખ્યામાં જ્ઞાતીજનો જોડાયા હતા.

ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ- જામનગર દ્વારા કરાયું હતુ આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો