જામનગર શહેરને પાણી પુરૂ પાડતા આજી-3 ડેમ સાઇટમાં તા.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરને પાણી પુરૂ પાડતા આજી-3 ડેમ સાઇટમાં તા. 15ના બુધવારના સવારે 8 થી બપોરના 2 દરમિયાન પીજીવીસીએલ, પડધરી દ્વારા ઇલેકટ્રીક લાઇન મેઇન્ટેનન્સ માટે વીજ પુરવઠો બંધ રાખવાના લીધે આજી-3 ડેમ ઉપરથી પમ્પીંગ બંધ રાખવામાં આવશેે તો ગુલાબનગર તથા રણજીતનગર હેઠળના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

આજી-3 ડેમ સાઇટમાં બુધવારના પીજીવીસીએલ દ્વારા લાઇનનું કામ કરવાનંુ હોવાથી પુરવઠો બંધ રાખવામા આવતા શહેરના ગુલાબનગર ઇએસઆર તથા રણજીતનગર ઇએસઆર ઝોન હેઠળના વિસ્તારોમાં બુધવારના પાણી વિતરણ બંધ રાખવામાં આવશે અને જે વિસ્તારોમાં બુધવારના પાણી વિતરણ બંધ રહેશે તે વિસ્તારોમાં તા. 16ના રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ જામ્યુકોની વોટર વર્ક શાખા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...