તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં અકળ કારણોસર ફાંસો ખાઇ વૃધ્ધનો આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં રણજીતસાગર રોડ નજીક હર્ષદમીલની ચાલીમાં રહેતા એક વૃધ્ધે ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધુ હોવાનો બનાવ બહાર આવ્યો છે જયારે સાત રસ્તા સર્કલ પાસે સપ્તાહ પુર્વે પગપાળા જતા પટકાયેલા વૃધ્ધનુ અમદાવાદની હોસ્પીટલમાં સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.

રણજીતસાગર રોડ પાસે હર્ષદમીલની ચાલીમાં રહેતા પુંજાભાઇ ભીમાભાઇ પાડાવદરા (ઉ.વ. 75) નામના વૃધ્ધે કોઇ અકળ કારણોસર ગત તા.26ના રોજ બપોરે પોતાના ઘરે રૂમમાં છતના હુકમાં દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.આ બનાવની પરીજને જાણ કરતા 108ની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઇ હતી.જોકે,એમ્બ્યુલન્સના સ્ટાફે તેમને નીચે ઉતારી તપાસતા મૃત જણાઇ આવ્યા હતા.જેથી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

જયારે શહેરના સાત રસ્તા સર્કલ પાસેથી ગત તા.19ના રોજ રાત્રે પસાર થતા ગોવિંદભાઇ(રે.જામનગર) નામના સાંઇઠ વર્ષના વૃધ્ધ પગપાળા પસાર થઇ રહયા હતા ત્યારે રસ્તા પર પટકાઇ પડતા માથા સહીત શરીરે ઇજા પહોચતા સ્થાનિક હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવારમાં તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની સીટી બી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...