તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં પાણીના ટાંકામાંથી ચોકીદાર વૃદ્ધનો મૃતદેહ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરમાં શરૂ સેકશન રોડ નજીક વી માર્ટ પાછળના વિસ્તારમાં આવેલી મહાવીર સોસાયટીમાં નવા બાંધકામના સ્થળે પાણીના ભોં ટાકામાં કોઇ મૃતદેહ હોવાની જાણ થતા સીટી બી ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.ફાયર બ્રિગેડની મદદથી પોલીસે મૃતદેહને બહાર કાઢયો હતો.મૃતક વૃધ્ધ દોલતસિંગ દેવીસીંગ રાજપુત (ઉ.વ.67) હોવાનુ જાહેર થયુ છે. મુળ રાજસ્થાનના અજમેર જિલ્લાના વતની આ વૃધ્ધ છેલ્લા કેટલાક સમયથી આ નવા બાંધકામના સ્થળે જ ચોકીદારી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...