તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં તા. 17 થી 20 દરમિયાન યોગાસન, પ્રાણાયામ સહિત ધ્યાનની મહાયોગ શિબિર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરની ભારત સ્વાભિમાન સંસ્થા, મહિલા પતંજલિ યોગ સમિતિ તથા મેનેજમેન્ટ રીસર્ચ પ્રોગ્રામ દ્વારા તા. 17 થી 20 દરમિયાન એ.કે. દોશી મહિલા કોલેજ કેમ્પસ, પટેલ કોલોનીમાં યોગાસન, પ્રાણાયામ તથા ધ્યાનની મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં તા. 17ના સાંજે 6 થી 8 દરમિયાન તથા તા. 18, 19 તથા 20ના સવારે 5.30 થી 7.30 તથા સાંજે 6 થી 8 દરમિયાન યોગાસન, પ્રાણાયામ તથા યોગના વર્ગ યોજાશે. શિબિર દરમિયાન ભારત સ્વાભિમાન સંસ્થાના ગુજરાત રાજ્યના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. ભારતીય વિદ્યા ભવન જામનગરના ચેરમેન ભાનુભાઈ દોશી, રમણિકભાઈ શાહ, દિનેશભાઈ શુક્લ, એન.સી.સી. ગ્રુપ કમાન્ડર કર્નલ બી.એસ. કાશીદ સહિતના ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...