તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝબ્બે, 3 ચોરીના ભેદ ખુલ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક ગીતા લોજ પાસેથી સીટી બી પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને દબોચી લીધો હતો જેની પુછપરછમાં ત્રણ બાઇક ચોરીના ભેદ ખુલ્યા છે.છેલ્લા એકાદ માસ દરમિયાન ત્રણ સ્થળેથી બાઇક ચોરીની પકડાયેલા શખ્સે પોલીસને કબુલાત આપી હતી.

જામનગરમાં સીટી બી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ટીમે શહેરના જુના રેલ્વે સ્ટેશન નજીક ગીતા લોજ પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની બાતમી મળી હતી જેના આધારે તુરંત જ ધસી જઇ પોલીસે નવાઝ યાકુલભાઇ શેતા નામના શખ્સને સકંજામાં લઇ પ્રાથમિક પુછપરછ હાથ ધરી હતી.

જે પોલીસ પુછપરછ દરમિયાન આ બાઇક ચોરાઉ હોવાનુ ખુલ્યુ હતુ.આ ઉપરાંત છેલ્લા એકાદ માસના સમયગાળા દરમિયાન પકડાયેલા શખ્સે જુદા જુદા બે સ્થળેથી વધુ બે વાહન ચોરી કર્યાની પણ કબુલાત આપી હતી.મુળ દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાનો વતની આ શખ્સ છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં મોરકંડા રોડ પર રહેતો હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ.આથી પોલીસે ત્રણેય ચોરાઉ બાઇક કબજે કરી તેની વિધિવત અટકાયત કરી ઘનિષ્ઠ પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

બાઇક-ઘરફોડીમાં સંડોવાયેલો ટાબરિયો પકડાયો
જામનગરમાં બેડેશ્વર ઓવરબ્રિજ નજીક શંકાસ્પદ હાલતમાં એક શખ્સ બાઇક પર આંટાફેરા કરી રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે એક કાયદાથી સંઘર્ષિત કિશોરને પકડી પાડી તપાસ હાથ ધરતા આ બાઇક ચોરાઉ હોવાનુ બહાર આવ્યુ હતુ. પોલીસે તેની પુછપરછ સાથે તલાશી લેતા તેના કબજામાંથી વધુ બે મોબાઇલ મળી આવ્યા હતા.પુછપરછમાં બંને મોબાઇલ ઘરફોડી આચરી મેળવ્યા હોવાનુ કબુલ્યુ હતુ.જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક ગીતા લોજ પાસેથી સીટી બી પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને દબોચી લીધો હતો જેની પુછપરછમાં ત્રણ બાઇક ચોરીના ભેદ ખુલ્યા છે.છેલ્લા એકાદ માસ દરમિયાન ત્રણ સ્થળેથી બાઇક ચોરીની પકડાયેલા શખ્સે પોલીસને કબુલાત આપી હતી.

જામનગરમાં સીટી બી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ટીમે શહેરના જુના રેલ્વે સ્ટેશન નજીક ગીતા લોજ પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની બાતમી મળી હતી જેના આધારે તુરંત જ ધસી જઇ પોલીસે નવાઝ યાકુલભાઇ શેતા નામના શખ્સને સકંજામાં લઇ પ્રાથમિક પુછપરછ હાથ ધરી હતી.

જે પોલીસ પુછપરછ દરમિયાન આ બાઇક ચોરાઉ હોવાનુ ખુલ્યુ હતુ.આ ઉપરાંત છેલ્લા એકાદ માસના સમયગાળા દરમિયાન પકડાયેલા શખ્સે જુદા જુદા બે સ્થળેથી વધુ બે વાહન ચોરી કર્યાની પણ કબુલાત આપી હતી.મુળ દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાનો વતની આ શખ્સ છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં મોરકંડા રોડ પર રહેતો હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ.આથી પોલીસે ત્રણેય ચોરાઉ બાઇક કબજે કરી તેની વિધિવત અટકાયત કરી ઘનિષ્ઠ પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...