તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં 10 હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં પ્રવેશબંધીના બોર્ડ દૂર કરાવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ હોટલ,રેસ્ટોરન્ટમાં રસોડામાં પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ તાકીદે દૂર કરવાના આદેશના પગલે જામ્યુકોની ફુડશાખો ત્રણ દિવસમાં 40 જેટલી હોટલ,રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરી 10 હોટલ,રેસ્ટોરન્ટમાંથી રસોડામાંથી પ્રતિબંધના બોર્ડ દૂર કરાવ્યા હતાં.પરંતુ મોટા ભાગની હોટલ,રેસ્ટોરન્ટમાં ગ્રાહકો રસોડાનો અંદરનો ભાગ ન જોઇ શકે તેવી વ્યવસ્થાથી આદેશની સફળતા સામે સવાલ ઉભા થયા છે.

રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જામ્યુકો સહીત રાજયની અન્ય મનપા તથા સંબધિત વિભાગના અધિકારીઓને 6 નવેમ્બરના પરિપત્ર પાઠવી તેઓના વિસ્તારમાં આવતી હોટલ,રેસ્ટોરન્ટ,કેન્ટીન વગેરેની તાત્કાલીક તપાસ કરી જે જગ્યાએ રસોડાની બહાર મંજૂરી વગર પ્રવેશ પર પ્રતિબંધ અથવા ફકત મંજૂરી સાથે પ્રવેશના બોર્ડ લગાવ્યા હોય તે તાકીદની અસરથી દૂર કરવા તેમજ રસોડું સ્વચ્છ રાખવા આદેશ કર્યો છે.આટલું જ નહીં હોટલ,રેસ્ટોરન્ટ,કેન્ટીનમાં આવતા ગ્રાહકો રસોડાની અંદરનો ભાગ જોઇ શકે તે પ્રકારે કાચની બારી અથવા દરવાજો મૂકવા તાકીદ કરી છે.જેના પગલે હરકતમાં આવેલી ફુડશાખાએ શહેરમાં હોટલ,રેસ્ટોરન્ટમાં ચેકીંગની કામગીરી હાથ ધરી છે.ત્રણ દિવસ દરમ્યાન ફુડશાખાએ શહેરમાં 40 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકીંગ કર્યું હતું.જેમાં 10 હોટલ અને રેસ્ટોરન્ટમાં રસોડામાં મંજૂરી વગર પ્રવેશ પર પ્રતિબંઘ સહીતના બોર્ડ હોય દૂર કરાવ્યા હતાં.સાથે સાથે રસોડાનો અંદરનો ભાગ દેખાય તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.જામનગરમાં 100 થી વધુ હોટલ,રેસ્ટોરન્ટ આવેલા છે.ત્રણ દિવસમાં ફુડ શાખા દ્રારા 40 જેટલી હોટલ,રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.પરંતુ મોટાભાગની હોટલ અને રેસ્ટોરન્ટમાં રસોડાનો અંદરનો ભાગ ગ્રાહકો જોઇ ન શકે તેવી વ્યવસ્થાના કારણે ચેકીંગ સામે સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...