તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામજોધપુરમાં દારૂ અને બીયર સાથે શખસ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામજોધપુરમાં પોલીસે ખાંડસરી વીસ્તારમાં એક મકાનમાં દરોડો પાડી દારૂની 64 બોટલ અને બીયરના બાર ટીન સાથે મકાન ધારક શખ્સને પકડી રૂ.38 હજારનો મત્તા કબજે કરી હતી.

જામજોધપુરમાં પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા ટુકડીને ખાંડસરી વિસ્તારમાં આવેલા એ઼ક રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂના જથ્થાનો વેંચાણના ઇરાદે સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી જેથી પોલીસ ટીમે હિતેશ ગિરધરભાઇ અગ્રાવતના મકાનમાં દરોડો પાડયો હતો. આ દરોડા વેળા પોલીસે દારૂની જુદી જુદી બ્રાન્ડની 64 બોટલો ઉપરાંત બીયરના બાર ટીન મળી આવ્યા હતા.

આથી પોલીસે મકાનધારક હિતેશની અટકાયત કરી દારૂ-બીયર સહીત રૂ.38,100નો મુદામાલ કબજે કરી પ્રાથમિક પુછપરછ હાથ ધરતા આ દારૂ પ્રકરણમાં પરેશ છગનભાઇ હિંગરાજીયા અને પ્રફુલ પરસોતમ સિતાપરાની પણ સંડોવણી સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો