હાલારમાં 33 હજાર ઉમેદવાર લોકરક્ષક દળની પરીક્ષા આપશે

DivyaBhaskar News Network

Jan 06, 2019, 02:40 AM IST
Jamnagar News - in hollar 33 thousand candidates will be given the examination of the lok sabha poll 024026
પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.2 ડિસેમ્બરના રોજ લેવાયેલી લોકરક્ષક દળની પરિક્ષાનું પેપર લીક થતા તાકિદ અસરથી પરિક્ષા રદ્દ કરવામાં આવી હતી.

જે બાદ પુન: આજે યોજાનાર લોકરક્ષક દળની પરિક્ષામાં હાલારમાં 33752 ઉમેદવારો હોંશભેર પરિક્ષા આપશે.જામનગર જિલ્લાના 75 કેન્દ્રો અને દ્વારકા જિલ્લાના 31 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોની પરિક્ષા લેવામાં આવશે.તેમજ પરિક્ષાની સમગ્ર પ્રક્રિયા પર વીડિયોગ્રાફી થશે.

રાજ્યના અંદાજીત 8 લાખ જેટલા ઉમેદવારો પોલીસ બનવા થનગની રહ્યા છે.ત્યારે 2 ડિસેમ્બરના રોજ પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની પરિક્ષા લેવામાં આવી હતી.દરમિયાન પેપર લિક થવાની ઘટના સામે આવતા પરિક્ષા રદ્દ કરવામાં આવી હતી.જે બાદ ભરતી બોર્ડ દ્વારા પુન: એટલે કે આજે 6 જાન્યુઆરીના રોજ પરિક્ષા લેવાનો નિર્ણય કરાયો છે.

જેમાં જામનગર જિલ્લામાં 75 કેન્દ્રો પરથી 25500 ઉમેદવારો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 31 કેન્દ્રો પરથી 8252 ઉમેદવારો લોકરક્ષકની પરિક્ષા આપશે.જામનગરના લાલપુર,જામજોધપુર,ધ્રોલ,કાલાવડ તેમજ દ્વારકાના કલ્યાણપુર,ખંભાળિયા અને ભાણવડ કેન્દ્ર પરથી પરિક્ષા લેવામાં આવશે.

હાલારમાં મોટા ભાગના ઉમેદવારો જુનાગઢ, કચ્છ, મોરબી અને અન્ય વિસ્તારોમાંથી પરિક્ષા આપવા આવનાર હોવાથી શનિવારે સાંજ સુધીમાં જ જામનગર આવી પહોંચ્યા હતાં.તેમજ જામનગર અને દ્વારકાથી અન્ય જિલ્લામાં પરિક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ શનિવારે એસ.ટી બસમાં રવાના થયા હતાં.

રાજ્યના 8 લાખથી વધુ ઉમેદવારો પોલીસ બનવા માટે આજે પરિક્ષા આપવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી બાજું કેન્દ્રમાં 10 વાગ્ય સુધીમાં પ્રવેશ મેળવાનો હોવાથી ઉમેદવારોએ ઠંડીમાં ઠુઠવાતા વહેલું નિકળવું પડશે.તમામ કેન્દ્રો પર બાયોમેટ્રીક હાજરી પુરાશે.

હાલારમાં 146 એસ બસના રૂટો બંધ રહેશે

સમગ્ર ગુજરાતમાં આજે લેવાનારી લોકરક્ષક દળની પરિક્ષા માટે એસ.ટી બસમાં ઉમેદવારોને નિશલ્ક મુસાફરી હોવાથી એસટી તંત્ર દ્વારા વધારાની બસો ફાળવાતા જામનગરના 96 લોકલ રૂટ અને દ્વારકાના 502 જેટલા લોકલ રૂટો બંધ રહેતા ગ્રામ્ય પંથકના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે.અને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાના સંજોગો ઉભા થશે.

હાલારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે

લોકરક્ષક દળની પરિક્ષા માટે જામનગરના 75 કેન્દ્રો ફાળવાયા છે.જ્યારે દ્વારકાના 31 કેન્દ્રો ફાળવાયા છે.કોઇ પ્રશ્ન ન સર્જાય તે માટે જામનગર જિલ્લાના તમામ કેન્દ્રો પર 1000 જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે.જેમાં ડીવાયએસપી અને પીએસઆઇ કક્ષાના 27 અધિકારીઓ તેમજ અન્ય પોલીસ કર્મીઓ અને હોમગાર્ડઝ તૈનાત રહેશે.જ્યારે ખંભાળિયામાં 4 પીએસઆઇ,44 હોમગાર્ડઝ,67 પોલીસ 11 વિડિયોગ્રાફર તૈનાત રહેશે.

X
Jamnagar News - in hollar 33 thousand candidates will be given the examination of the lok sabha poll 024026
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી