તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવભૂમિ દ્વારકાના વડુમથક જામખંભાળિયામાં ઇન્ચાર્જ પીઆઇ અવિદસિંહ જાડેજાના માર્ગદર્શન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકાના વડુમથક જામખંભાળિયામાં ઇન્ચાર્જ પીઆઇ અવિદસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સતત ગુન્હેગારો પર ઘોસ બોલાવવામાં આવી રહી છે.રાત્રિના પેટ્રોલીંગ કરીને દારૂ વેચનારા અને પીધેલાઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જ્યારે છેલ્લા એક સપ્તાહથી નાઇટ પેટ્રોલીંગ કરી મોડી રાત્રે રખડતા શખ્સોને પકડી પાડી વાહનો ડિટેનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે રાત્રિના સમયે પેટ્રોલીંગ દરમિયાન ખ્યાતનામ વેપારી અને પ્રતિષ્ઠિત પરિવારના ત્રણ પુત્રોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતાં.જો કે,પોલીસમાંથી છુટવા માટે ધમપછાડા કરવા છતા પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાળિયામાં ગુન્હાખોરી પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને પીધેલા શખ્સોને પણ પકડી પાડવામાં આવે છે.ગત રોજના પોલીસે રાત્રિના સમયે ત્રણ પ્રતિષ્ઠિત વેપારી પુત્રો ભુશીત રાઘવજીભાઇ વોરલીયા અને ભાવેશ સુરેશભાઇ વડગામા તેમજ મનિષ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નામના ત્રણ શખ્સોને પીધેલી હાલતમાં શહેરના મીલન ચાર રસ્તા પાસેથી પકડી પાડ્યા હતાં.

પોલીસે ત્રણેય શખ્સોને પકડી પાડી લોકઅપમાં બેસાડી દેતા શહેરમાં ચકચાર મચી ગય હતી.જો કે,પોલીસમાંથી છટકવા અનેક પ્રયાસો કર્યા હતાં. પરંતુ તેમની કારી ફાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો