જામનગર જેલમાં કેદીને બેરેકમાં જવા કહેતા સિપાહી સાથે કરીે ઝપાઝપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લા જેલ ફરી એક વખતે ચર્ચાના ચકડોળે ચડી છે જેમાં કાચા કામના કેદીને જેલ સિપાહીએ બેરેકમાં બંધ થવા બાબતે કહેતા એકદમ ઉશ્કેરાયેલા કેદીએ અપશબ્દ ઉચ્ચારી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર જીલ્લા જેલ ખાતે જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા હરીશભાઇ સુરાભાઇ ચાસીયાએ ગત તતા.13ના રોજ બપોરે બાર વાગ્યે કાચા કામના કેદી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઇ ધવલને બેરેકમાં બંધ થવા બાબતે કહ્યુ હતુ જેના પગલે એકદમ ઉશ્કેરાયેલા કેદી સુનિલએ ફરજ પરના જેલ સિપાહી હરેશભાઇ સાથે ગેરવર્તન કરી ઝપાઝપી કરી હતી.બનાવ વેળા અન્ય સિપાહી આવી જતા બંનેને અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનો બનાવ બહાર આવ્યો હતો.

આ બનાવની જેલ સિપાહી હરેશભાઇ ચાસીયાની ફરીયાદ પરથી સીટી એ પોલીસે કાચા કામના કેદી સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઇ ધવલ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાના પગલે જિલ્લા જેલમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવની વધુ તપાસ ખંભાળીયા ગેઇટ ચોકીના પીએસઆઇ એસ.પી.સોઢા અને સ્ટાફે હાથ ધરી છે.આરોપી કાચા કામનો કેદી આઠેક વર્ષ પુર્વેના હત્યા કેસનો પણ આરોપી હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

ફરજમાં રૂકાવટ કર્યાનો કાચા કામના કેદી સામે ગુનો નોંધાયો
અન્ય સમાચારો પણ છે...