તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડના બરડા ડુંગરમાંથી ગેરકાયદે પથ્થરની ખાણ ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2017થી ભાણવડના બરડા ડુંગરને ઇકો ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જેથી બરડા ડુંગરમાંથી ખનન માટેની મંજુરી આપવાની બંધ કરવામાં આવી છે.છતા પણ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના ઉચ્ચ ખાતાના અધિકારીઓ સાથે ખનીજ માફીયાઓએ લાગવગ કરીને ગેરકાયદેસર પથ્થરની ખાણો પુન:કાર્યરત કરવાની હિલચાલ કરી છે.ત્યારે જિલ્લા ખાણ ખનીજ ખાતાના અધિકારી,મામલતદાર અને ભાણવડ પોલીસે સંયુક્તપણે બરડા ડુંગરમાં રાણપર પાસેથી ગેરકાયદે ખાણ પર દરોડા પાડ્યા હતાં.સ્થળ પર ત્રાટકેલ તંત્રએ જનરેટર,ચકરડી સહિતનો કુલ રૂ.2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે,દરોડા દરમિયાન ખનીજ માફિયાઓ નાશી છુટ્યા હતાં.

જિલ્લાના અધિકારીઓ સાથે ખનીજ માફિયાઓએ ખાનગીરાહે ગુપચૂપ બેઠકો કરીને ગેરકાયદેસર ખાણો ચાલું કરવાની હિલચાલ શરૂ કરી છે.જે અંગેની ખાણ ખનીજ અને મામલતદારને બાતમી મળતા સંયુક્તપણે વી.ડી નેશ રાણપર વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું હતું. જો કે,અધિકારીઓ પહોંચે તે પહેલા જ ખનીજ માફિયાઓ નાશી જતા સ્થળ પરથી પોલીસે પથ્થર કાપવાની ચકરડી, જનરેટર અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.2.5લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...