તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હું લોકોનાં પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવતો રહીશ : હાર્દિક પટેલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે પટેલ સમાજના સમુહ લગ્નોત્સવમા પાસના નેતા હાર્દિક પટેલે હાજરી આપી હતી. અહી તેમણે જણાવ્યું હતુ કે હું લોકોના પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવતો રહીશ અને જીવનના અંત સુધી લડીશ.

ઘોબા ગામે પટેલ સમાજ દ્વારા આયોજીત સમુહ લગ્નોત્સવમા પાસના નેતા હાર્દિક પટેલ, હરેશ બાવીશી, ચેતન વેકરીયા, પ્રદિપભાઇ તેમજ ભાવનગર, જામનગરના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. અમરેલી જિલ્લાએ દોઢ વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવા સિંહફાળો આપ્યો હતો.

ત્યારે પુન: અમરેલી જિલ્લામા તમામ જ્ઞાતિને સાથે રાખીને ચાલવાવાળા પાટીદાર સમાજને બળ તથા પ્રેરણા પુરી પાડવા હાર્દિક પટેલ સહિત આગેવાનોએ અહી માર્ગદર્શન આપ્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રવક્તા હરેશ બાવીશી પણ સાથે રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો