જામનગરમાં આંખના મોતિયાનો મેગા કેમ્પ સહિત સન્માન સમારંભ

Jamnagar News - honorable ceremony including the mega camp in the eye of jamnagar 063519

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
જામનગર | રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક નેત્રમણી બેસાડી આંખના મોતિયાના ઓપરેશનનો સુપર મેગા કેમ્પ તા. 21ના સવારે 10 થી 12 વાગ્યે જૈન લાયબ્રેરી, ઇન્દુમધુ હોસ્પિટલ પાસે ચાંદીબજારમાં રાખવામાં આવ્યા છે. જેમાં દર્દીને કેમ્પ દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવશે અને દવા, ટીપા, ચશ્મા, ભોજન સહિતની સુવિધા આપવામાં અાવશે તો કેમ્પનો લાભ લેવા પ્રમુખ વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના નટુભાઇ ત્રિવેદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમ્પમાં સહયોગ અાપનાર જીવદયા પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લભાઇ શેઠ તથા કિશોરભાઇ સોનીના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેમનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે.

X
Jamnagar News - honorable ceremony including the mega camp in the eye of jamnagar 063519
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી