તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ધ પટેલ એકેડમી સ્કૂલ દ્વારા હોળીની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : ફાગણ સુદ પૂનમને દિવસે હોલિકોત્સવ મનાવવામાં આવે છે. તે દિવસે શાળાના વિદ્યાર્થીઓ થોડા મુક્ત મને વિહરે છે. સભ્યતાના ભારેખમ બંધનોને આઘા રાખી વિદ્યાર્થીઓ થોડા હળવો થવા પ્રયત્ન કરે છે. કડક શિસ્ત અને શિથિલ સ્વૈરાચારની વચ્ચેનું મધ્યમબિંદુ જે શોધી શકે તે જ હોળીના ઉત્સવને મનભર માણી શકે. હોળીનો ઉત્સવ એટલે વસંતને વધાવતો ઉસ્તવ ! પરંતુ વસંતના વૈભવમાં પણ સંયમનું સૂત્ર ભુલાવું જોઈએ નહિ. હોળીના રંગને લઈને આવતો ફાગણિયો આપણને નવજીવનનો સંદેશ આપે છે. ટૂંકમાં, હોળીનો ઉત્સવએ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોસ્વમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી આસુરીવૃતિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. ધ પટેલ એકેડમી સ્કૂલમાં અભ્યાસ કરતાં સર્વે ભૂલકાઓને હોળી, ધૂળેટીમાં ઉત્સવ વિશે સમજણ આપી અને આનંદ-ઉલ્લાસથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર વિધાર્થીઓ અને સ્ટાફગણ જોડાયા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો