ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરીત એમ.ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરીત એમ.ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા િજલ્લાનાં 51 બાળ વિજ્ઞાનીઓ તથા 7 શિક્ષકો સાથે સાયન્સ સીટી અમદાવાદમાં આવેલ બિયોન્ડ પ્લાનેટ અર્થ-ધ ફયુચર ઓફ સ્પેસ એકસ્પ્લોરેશન િનહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં બાળ વિજ્ઞાનીઓએ પૃથ્વીની પેલે પારની મુસાફરી કેવી હશે ? અવકાશ સંશોધનનો ઇતિહાસ વિશેની માહિતી, ચંદ્ર પરની માહિતી, પૃથ્વી નજીકના ઉલ્કા પીડો, મંગળ ગ્રહ પર જીવન હોવાની શકયતા ? પૃથ્વીને પેલે પાર આપણા સૂર્ય મંડળ જેવા બીજા એક હજારથી વધુ સુર્ય મંડળો છે, આપણે અવકાશમાં ભૂતકાળ અને ભવિષ્યના યુગ કેવી રીતે જોઇ શકીએ સહિતની માહિતી મેળવી બાળકો ચંદ્રની ધરતી પરની સુગંધને સુંઘીને રોમાંચિત થઇ ઉઠયા હતાં અને પ્રદર્શન તા. 11 મે સુધી નિહાળવા માટે નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ ધ્રોલની એમ.ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્રના બાળ વિજ્ઞાનીઓએ માહિતીઓ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...