જી.જી. હોસ્પિટલમાંથી મોબાઇલ ચોર પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરની જી.જી.હોસ્પીટલમાં મંગળવારે મોડી સાંજે દર્દીના સગાને નિશાન બનાવીને ખિસ્સામાંથી મોબાઇલ ફોન સેરવતા એક શખ્સને સિકયુરીટી સ્ટાફે પકડી પાડયો હતો.આ બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. જી.જી.હોસ્પીટલમાં મંગળવારે મોડી સાંજે મહેન્દ્રભાઇ હશરાજભાઇ નામના ગૃહસ્થ તેના પરીજનની સારવાર અર્થે આવ્યા હતા.આ વેળાએ તેઓ દર્દીનો એકસરે કઢાવી રહયા હતા ત્યારે એક શખ્સ કેસ પેપર હાથમાં લઇને તેની પાસે ધસી આવ્યો હતો.ત્યારબાદ નજરચુકવીને તેના ખિસ્સામાંથી મોબાઇલ ફોન સેરવી લીધો હતો.જોકે,આ વેળાએ તેઓને જાણ થતા તુરંત જ બુમાબુમ કરતા બાજુમાં રહેલા સિકયુરીટી કર્મચારીએ મોબાઇલ ફોન ઉઠાવનારા શખ્સને દબોચી લીધો હતો. ત્યારબાદ તેને સિકયુરીટી સ્ટાફની ઓફિસમાં લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે પોલીસ ટીમ પણ દોડી ગઇ છે.જેમાં આ શખ્સનુ નામ આદિલ હોવાનુ જાણવા મળ્યુ છે.બીજી બાજુ સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પીટલમાં આંગળીનો ઇલમી રંગેહાથ પકડાયાના બનાવે ચકચાર જગાવી છે.મોબાઇલની તફંડચી કરનારો શખ્સ સિકયુરીટી ટીમને હાથમાં કોઇ જુના કોરા કેશપેપર સાથે મળી આવ્યા હોવાનુ બહાર આવ્યુ છે.

સિક્યુરિટી સ્ટાફે મોબાઇલ ચોરને ઝડપ્યો

અન્ય સમાચારો પણ છે...