તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જી.જી.હોસ્પિટલ, મેડિકલ કોલેજ અપગ્રેડ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના મેગા- રિયુનીયન-2020 ના ત્રિ-દિવસીય સમારોહના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરમાં આરોગ્ય સેવા વધુ સુલભ બનાવવા જી.જી.હોસ્પિટલ અને મેડીકલ કોલેજને રાજય સરકાર દ્વારા આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવશે તેમ જણાવી ડોક્ટરોના સેવાદાનને બિરદાવી નિષ્ણાંત તબીબોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં આયોજન કમિટીના સભ્યોનું મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડોક્ટરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભગવાનના મંદિર બાદ માણસ માટે બીજા ભગવાન ડોક્ટર છે.જામનગર જિલ્લાના લોકો કોઈપણ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં મેડિકલ કોલેજ અને હોસ્પીટલને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. સાથે જી.જી.હોસ્પિટલમાં વિવિધ વિભાગના નિષ્ણાંતો કાર્યરત થાય અને તેમની સેવા લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર દેસાણીએ પથકા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન ચઢતે જાના, સબ સમાજ કો સાથ મેં લીયે આગે બઢતે જાના પંક્તિઓનો ઉલ્લેખ કરીને ડોક્ટરોને સમાજના ઋણ ચૂકવવાની ભાવના કેળવવા માટેની અભ્યર્થના વ્યક્ત કરી હતી.

ડોક્ટરોના સેવાદાનને બિરદાવી રાજ્યમંત્રીનો નિષ્ણાત તબીબોને સહકાર આપવા અનુરોધ, મેગા રિયુનિયન યોજાયું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો