ઇ-બેન્કિંગથી ઠગાઇ કરનાર મુંબઇથી ઝબ્બે

Jamnagar News - from mumbai to zbbe cheating on e banking 063518

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
દ્વારકા જિલ્લાના ભાટીયામાં રહેતા વેપારીને ઓનલાઇન પૈસા જમા કરાવવાનુ કહીને રૂ.1,00,001ની છેતરપીંડી આચરનારા શખ્સને સ્થાનિક સાયબર સેલની ચુનંદા ટીમે મુંબઇથી પકડી પાડયો છે.જેની પ્રાથમિક પોલીસ પુછપરછમાં ગુજરાત ઉપરાંત યુ.પી.,એમ.પી.,બંગાળ, બિહાર, જમ્મુ કાશ્મીર, છતીશગઢ, પંજાબ અને હરીયાણાના લોકો સાથે પણ આવી ઠગાઇ આચર્યાનુ ખુલતા પોલીસે સધન પુછપરછ સાથે ઘનિષ્ઠ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપુર નજીક ભાટીયામાં રહેતા વેપારી શૈલેષભાઇ ચંદારાણાને અજ્ઞાત શખ્સોએ મોબાઇલ અને ઇ મેઇલ મારફતે મેસેજ કરી સમયાંતરે રૂ.1,00,001ની રકમ ઓનલાઇન જમા કરાવવાનુ કહીને વિશ્વાસધાત અને છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાઇ હતી.વેપારી યુવાનને ગત એપ્રિલ માસના સમયગાળા બાદથી જુદા જુદા સમયે અલગ અલગ ફોન પરથી મેસેજ ઉપરાંત ઇ મેઇલ વડે સંપર્ક સાધીને માતબર રકમની ઠગાઇ આચરવામાં આવ્યુ હોવાનુ બહાર આવતા સાયબર સેલના પીએસઆઇ એ.આર. ગોહીલ અને સ્ટાફે તાકીદે ત્વરીત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ ઇ ઠગાઇ પ્રકરણમાં પોલીસે પૈસા ખંખેરનારા આરોપીના લોકેશન, આઇપી એડ્રેસ અને બેન્ક ખાતાની ડીટેઇલના આધારે તપાસ કરતા તેનુ લોકેશન મુંબઇનુ મળ્યુ હતુ.જેથી સાયબર સેલની ચુંનદા ટીમે તાકીદે મુંબઇ ખાતે ધસી જઇને સરફરાજ તાજમહમદ સીદીકી (રે.રૂમ નં. 27, બીલ્ડીંગ 56(બ), લાભુભાઇ કમ્પાઉન્ડ)ને દબોચી લીઘો હતો.પોલીસે આ શખ્સને અત્રે લાવ્યા બાદ તેની પ્રાથમિક પુછપરછ હાથ ધરી હતી.જે પોલીસ પુછપરછમાં પકડાયેલા શખ્સે સર્વિસ ઇસ્ટા નામની ફેક કંપની ખોલીને મોબાઇલ,ડીટીએચ,મની ટ્રાન્સફર,બીલ પેમેન્ટ, ટીકીટ બુકિંગ વગેરે સેવા પુરી પાડતી હોવાનુ ત્રાગુ રચ્યુ હતુ.

આ કંપનીના માધ્યમથી ઇન્ટરનેટ મારફતે મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા લોકોનો સીધો સંપર્ક ફોન કે ઇ મેઇલ મારફતે કરીને મોટુ કમિશન આપવાની લાલચ આપીને પૈસા મેળવવામાં આવતા હતા.ઇન્ટરનેટની મદદથી ટેસ્ટીંગ બેલેન્સ આપીને વિશ્વાસ કેળવ્યા બાદ યેન કેન પ્રકારે વધુ રકમ ડીપોઝીટ કરાવીને જુદા જુદા બહાના બતાવી ઉકત રકમ હડપ કરી જતા હોવાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.

આ કૌભાંડ માટે મુંબઇની બેન્ક ઓફ બરોડા, સારસ્વત બેન્ક, ઓબીસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એકિસસ બેન્ક અને એસબીઆઇ બેન્કની જુદી જુદી શાખાના ખાતાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનુ પણ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.જયારે દેવભુમિ દ્વારકા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ જુદા જુદા રાજયોમાં પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઇ આચરવામાં આવી હોવાનુ બહાર આવતા પોલીસે પુછપરછ સાથે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

ભૂતકાળમાં પણ આવી ફેક કંપની બનાવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

પોલીસે પકડી પાડેલા આરોપી પ્રાથમિક તપાસમાં તેણે ભુતકાળમાં પણ આલ્ફાટેક સર્વિસ નામની ફેક કંપની ખોલીને આવી જ રીતે ઘણા લોકો સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત કર્યાનુ બહાર આવ્યુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

ગુજરાત સહિત દેશના નવ રાજ્યમાં છેતરપિંડી આચર્યાનંુ ખુલ્યું

પોલીસના સંકજામાં સપડાયેલા શખ્સે ચોકકસ મોડસ ઓપરેન્ડી થકી ગુજરાતના સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ ઉપરાંત ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર,છતીશગઢ, બિહાર, પંજાબ અને હરીયાણાના નાગરીકો સાથે પણ આવી જ છેતરપીંડી આચર્યાનુ ખુલતા પોલીસે સંબંધિત શહેરો અને રાજયોની પોલીસને પણ વાકેફ કરવાની તજવિજ હાથ ધરી છે.

X
Jamnagar News - from mumbai to zbbe cheating on e banking 063518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી