તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં ગર્ભ સંસ્કાર અંગે નિઃશુલ્ક સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ગર્ભ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર તથા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીન્સ દ્વારા તા. 13ના બપોરે 3 વાગ્યે આરામ હોટલ, પી.એમ. માર્ગ, ડો. કે.વી. સર્કલ પાસે ગર્ભસંસ્કાર અંગેના નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ ગર્ભવિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના સંરક્ષક તથા ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ ડો. હિતેષ જાનીના અધ્યક્ષસ્થાન હેઠળ યોજાનાર સેમિનારમાં ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીન્સ, અમદાવાદના ચેરમેન ડો. હસમુખ સોની, સખી ક્લબ-2ના આઈ.પી.પી. ફાલ્ગુનીબેન કામદાર સહિતના ઉપસ્થિત રહેશે અને સેમિનારમાં ગર્ભસંસ્કાર અને ઈન્ફર્ટીલીટી એક્સપર્ટ ડો. કરિશ્માબેન નારવાણી દ્વારા ગર્ભસંસ્કાર અંગેનું મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...