તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં મહિલ સહિત ચાર શખ્સોએ યુવક પર છરી વડે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયામાં મહિલ સહિત ચાર શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે મોરબીમાં ટ્રેન અડફેટે ચઢી જતા આધેડનું મોત નીપજ્યુ હોવાનો બનાવ બહાર આવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ખંભાળિયા શહેરના રાવડ પાડો પાણીના ટાંકા પાસે રહેતા પરેશ પરબતભાઇ ચૌહાણ નામના યુવક પર દેવુ ગઢવી,અકબર,કૈલાશ ખીમનાથ બાવાજી,ચાંદનીબેન નામના શખ્સોએ છરી અને લોખંડના સળિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં મોરબીના ભડિયાદ રોડ પરની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક આધેડનું ટ્રેનની ઠોકરે મોત નીપજ્યું છે જોકે આધેડે આપઘાત કર્યો છે કે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ રોડ આવેલી એક લેમીનેટ્સફેક્ટરી માં મજુરી કરતા મૂળ યુપીના રહેવાસી બ્રિજેશ શિવશંકર રાજભર નામના આધેડ આજે સવારે પ્લેટીના સિરામિક પાસે ટ્રેનની ઠોકરે મોત નીપજ્યું છે.

મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. જોકે શ્રમિક આધેડ અકસ્માત ટ્રેનની ઠોકરે ચડ્યા કે પછી આપઘાતના ઈરાદે ટ્રેન સામે ઝંપલાવ્યું હતું.આ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...