તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ દેશના કોઇપણ ખૂણે , જવાનો મતદાન વતનની બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફરજ દેશના કોઇપણ ખૂણે , જવાનો મતદાન વતનની બેઠક માટે કરી શકે તે માટે બેલેટ પેપર મોકલાયા છે. જામનગર લોકસભાની ચૂંટણીમાં આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફ, પેરામીલટરી ફોર્સમાં ફરજ બજાવતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 1160 જવાનો-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.ચૂંટણીમાં ઉમેદવારોની યાદી ફાઇનલ થતાં જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓનલાઇન બેલેટ પેપર જનરેટ સંરક્ષળ દળની જુદી-જુદી પાંખની રેકર્ડ ઓફીસમાં મોકલવામાં આવે છે.ત્યારબાદ આ બેલેટ પેપરની પ્રિન્ટ કાઢી જવાનો અને કર્મચારીઓ મતદાન કરે છે.જામનગર લોકસભાની ચૂંટણીમાં 8 એપ્રિલના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરે 3 કલાકે હરીફ ઉમેદવારોની યાદી ફાઇનલ થતાં 24 કલાકમાં એટલે કે 9 એપ્રિલના બપોરે 3 વાગ્યા સુધીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નિયમ મુજબ ઓનલાઇન બેલેટ પેપર જનરેટ કરી સંરક્ષળ દળની જુદી-જુદી પાંખની રેકર્ડ ઓફીસમાં મોકલવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...