તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇતિહાસમાં પ્રથમ વખત જગત મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર, હરસિધ્ધિ માતાજી મંદિર 31મી સુધી બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની દહેશતના પગલે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ દ્વારકાનું જગતમંદિર 31 માર્ચ સુધી યાત્રીકો માટે બંધ રહેશે.31 માર્ચ સુધી દ્વારકાનું જગતમંદિર, બેટ દ્વારકા મંદિર, હરસિધ્ધિ માતાજીનું મદિર (કોયલો ડુંગર) તેમજ નાગેશ્વર મંદિર બંધ રહેશે.

જગતમંદિર કોરોના વાયરસની સાવચેતીના પગલારૂપે ઇતિહાસમાં પ્રથમ વખત 11 દિવસ માટે બંધ રહેશે.તા.20 માર્ચ અને શુક્રવારથી આગામી 11 દિવસ એટલે કે 31 માર્ચ સુધી જગતમંદિર,નાગેશ્વર મંદિર અને બેટદ્વારકા મંદિર તેમજ હરસિધ્ધિ માતાજીનું મંદિર બંધ રહેશે.આજે વહેલી સવારથી જ મંદિરમાં દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગી જશે.

આવું ન હોવું જોઈએ, લોકોને માર પડે છે

લોકોની ભીડ ઓછી કરવા માટે સરકારે જે પગલું લીધું છે તે આવકાર્ય તો નથી જ. તો શું એનો અર્થ એ થયો કે બિનજરૂરી રીતે આવનાર લોકો ઓછા થઇ જાય એના ભાગનો વધારાનો ખર્ચ જેને આવવું જ પડે તેમ છે તેવા લોકોએ કરવાનો? > નિલેશ અણદાણી, યાત્રી, જામનગર.

ટીકીટનો આ દર થોડા સમય માટે જ છે

બિનજરૂરી ભીડને ઓછી કરવા આ પગલાં લીધાં છે. એના કારણે જરૂર હશે તે લોકો જ આવશે. તા.17ની બપોરથી ભાવવધારો થયા બાદ રોજના 700ના સ્થાને 100 જેટલા લોકો પ્લેટફોર્મ ટીકીટ લઇ રહ્યા છે. પણ કોરોના સામે લડત ચાલુ છે ત્યાં સુધી જ આ સ્થિતિ છે. પછી ફરી ભાવ ઘટી જશે. > મનોજકુમાર બહેરા, સ્ટેશન સુપ્રિન્ટેનડેન્ટ, જામનગર રેલવે સ્ટેશન.

લાખોટા તળાવ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, એમ્યુઝમેન્ટ, જામરણજીતસિંહ પાર્ક પણ 31 માર્ચ સુધી બંધ

ભાસ્કર ન્યૂઝ જામનગર

જામનગરમાં કોરોના સામે સાવચેતીના ભાગરૂપે તળાવ સંકુલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ,એમ્યુઝમેન્ટ અને જામ રણજીતસિંહ પાર્ક 31 માર્ચ સુધી બંધ મહાનગપરપાલિકા દ્વારા બંધ કરાયા છે. અત્યાર સુધીમાં જી.જી.હોસ્પિટલમાં જામનગર સહીત અન્ય જિલ્લાના કોરોનાના શંકાસ્પદ 36 દર્દીમાંથી 35 નમૂના નેગેટીવ આવ્યા છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચેક કરેલા નમૂનામાં રાજકોટના 10, જામનગરના ૧૦, અમરેલી-1 , ગીર સોમનાથ-1, કચ્છ-2 ,પોરબંદર-4, દેવભૂમિ દ્વારકા-1, ભાવનગર-5, જુનાગઢ-1 અને મોરબી જિલ્લાના-1 નમૂનાનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક ઘટના : આજે વહેલી સવારથી યાત્રિકો માટે જગતમંદિરમાં પ્રવેશબંધી થશે

ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાઠા

ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગરમાં રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના રૂ.50 કરી દીધા પછી અચાનક જ પ્લેટફોર્મ ટીકીટ લેનારાઓની સંખ્યામાં અચાનક 8 ગણો ઘટાડો નોંધાયો છે. જામનગર રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટીકીટ લેનારા લોકોની સંખ્યામાં ઠામૂકી ગીરાવટ આવી છે. સામાન્ય દિવસોમાં પ્લેટફોર્મ ટીકીટ લેનારાઓની સંખ્યા રોજીંદી 700થી 800 રહેતી હતી તે હવે 100 જેટલી પણ રહી નથી.

કોરોના વાયરસની સંભવિત પરિસ્થિતિ માટે લોકોને મેડિકલ માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ હેલ્પલાઇન નંબર ૬૩૫૨૬ ૯૧૯૩૧, ૬૩૫૨૬ ૯૧૯૩૨, ૬૩૫૨૬ ૯૧૯૩૩, ૬૩૫૨૬ ૯૧૯૩૪, ૬૩૫૨૬ ૯૧૯૩૫ એમ પાંચ મોબાઇલ નંબર જાહેર કર્યા છે. આ પાંચ માંથી કોઇપણ નંબર પર સંપર્ક કરી જે તે વ્યક્તિ કોરોના અંગે માર્ગદર્શન મેળવી શક્શે.

આ રોગ ૧૪ દિવસની અંદર શરીરમાં કોઇ ને કોઇ રીતે સંકેત આપી દે છે તેથી આ સંકેતોને નજર અંદાજ ન કરીને તુરંત જ મેડિકલ માર્ગદર્શન મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હેલ્પલાઇન નંબર

વધુ લોકો ભેગા થવાના સ્થળો પર આ ચેપની શક્યતા વધુ હોય જિલ્લા કલેકટર રવિશંકર શ્રીવાસ્તવે લોકો કોઈપણ સ્થળે વધુ ભેગા ન થવા અને પરિવારને સુરક્ષિત રાખવામાં મદદ કરવા અનુરોધ કર્યો છે.

ભીડવાળા સ્થળે ચેપ લાગી શકે, વધુ લોકો ભેગા ન થાઓ: કલેકટર

જામનગરમાં કોરોના સામે તકેદારીના ભાગરૂપે જાહેરમાં થૂંકનારાઓને રૂ.500 નો દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે મનપાની 3 થી વધુ ટીમ કામે લાગી છે. આ સ્થિતિમાં ગુરૂવારે એસટી બસ સ્ટેન્ડમાં ચાલુ બસમાંથી થૂંકનાર મુસાફરને રૂ.500 નો દંડ ફટકારાયો હતો.

જગતમંદિરમાં દરરોજની થતિ દિનચર્યા નિત્યક્રમ મુજબ ચાલુ રહેશે પરંતુ માત્ર પુજારી પરિવાર દ્વારા જ કરાશે. જેમાં વહેલી સવારે 6.30 કલાકે મંગલા આરતી,8 થી 9 વાગ્યા સુધી બંધ પડદે ભગવાનને સ્નાન કરી શૃંગાર,9.45થી 10 વાગ્યા સુધી શ્રીજીને શૃંગાર ભોગ 12 કલાકે રાજભોગ અને 1 વાગ્યે મંદિર બંધ રહેશે. 5 વાગ્યે જગતમંદિર ખુલશે અને 5.45 શ્રીજીને ઉત્થાપન ભોગ ધરાશે. તેમજ 7.45 કલાકે સંધ્યા આરતી થશે અને 8.20 કલાકે શયનભોગ ધરાયા બાદ 8.30 વાગ્યે શયન આરતી થશે.

ધ્વજારોહણમાં 25 ભાવિકોને જ પ્રવેશ મળશે

માત્ર પુજારી જ પૂજાપાઠ અને આરતી કરશે

દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં જબ્બર ઘટાડો, 90 ટકા હોટલોમાં બુકિંગ રદ્દ થયા

રૂા.10માં ખરીદી લાખાબાવળની ટિકિટ!

રૂા.50 થોડા દેવાય પ્લેટફોર્મ ટિકિટના ?

કોરાના વાયરસના પગલે ટોળા એકઠા ન થાય તેવા હેતુથી અગમચેતીના ભાગરૂપે રેલવે પ્રશાસન દ્વારા પ્લેટફોર્મ ટિકિટના રૂા.50 કરાયા છે. આ નિર્ણયથી શહેરીજનો નારાજ છે પણ જામનગરના કેટલાક બુદ્ધિજીવીઓએ આનો પણ રસ્તો ખોળી કાઢ્યો છે. રૂા.પ0ની પ્લેટફોર્મ ટિકિટ લેવાના બદલે નજીકના જ લાખાબાવળ સ્ટેશનની ટિકિટ રૂા.10માં ખરીદીને મહેમાનને પ્લેટફોર્મ પર વળાવી આવે છે. જયેશ વડગામા નામના યાત્રીએ કહ્યું હતું કે, રૂા.50ની ટિકિટ લેવાના બદલે રૂા.10ની જ લેવાયને? આવી ઘટનાથી રેલવે સ્ટેશન પર રમૂજના દ્રશ્યો સર્જાયા છે.

હાઇકોર્ટ દ્વારા રાજયની તમામ અદાલતોમાં સાવચેતી રાખવા જામનગર જિલ્લાની અદાલતોમાં 31 માર્ચ સુધી અરજન્ટ સિવાય કોર્ટની કાર્યવાહી સંપૂર્ણ બંધ કરાઈ છે. ગુરૂવારથી કોર્ટમાં વકીલોને પણ પ્રવેશ બંધ કરાયો છે. અરજન્ટ કામગીરી માટે આવતા વકીલ તેમજ પોલીસ સહીતના લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરાયું હતું.

અરજન્ટ કામગીરી સિવાય કોર્ટમાં વકીલોને પણ પ્રવેશ નહીં, થર્મલ સ્ક્રીનીંગ કરાયું

સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિર તા.31મી માર્ચ સુધી દર્શનાર્થી ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ મંદિરમાં દાયકાઓથી અખંડ રામધુન ચાલે છે જેમાં પાંચ ભકતો જ રામધુન કરશે એમ જાહેર થયુ છે.જયારે વ્હોરા સમાજની સૈફી મસ્જીદમાં સાર્વજનિક દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ રહેશે.

જામનગરના બાલા હનુમાનજી મંદિરમા઼ પાંચ ભકતો જ રામધુન કરશે

કોરોના સામે સાવચેતીના પગલાં રૂપે જિલ્લા કલેકટરે શહેરના ખીજડામંદિર, બાલાહનુમાન, કબીર આશ્રમ, આણદાબાવા સંસ્થા, વ્હોરનો હજીરો જુમા મસ્જીદ, ગુરૂદ્રારા, ચર્ચ, સ્વામિનારાયણ મંદિરના વડાઓ સાથે બેઠક કરી હતી. જેમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે મેળાવડા અને ઉત્સવો ન કરવા અનુરોધ કર્યો હતો. શહેરની મોટી હવેલીમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ દર્શન 5 થી 7 મીનીટ ખુલ્લા રહેશે.

ધાર્મિક સંસ્થાઓના વડા સાથે બેઠક, ઉત્સવ, મેળાવડા ન કરવા અનુરોધ કરાયો: મોટી હવેલીમાં દર્શનનો સમય ટૂંકાવાયો

જી.જી.હોસ્પિટલમાં જામનગર સહીત અન્ય જિલ્લાના કોરોનાના શંકાસ્પદ 36 માંથી 35 નમૂના નેગેટીવ

જગતમંદિરના ધ્વજારોહણ કરવા માટે એક વર્ષનું બુકિંગ અગાઉથી જ થયેલું હોય છે.જેથી તંત્ર દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.પરંતુ ધ્વજારોહણ વખતે મંદિરમાં માત્ર 25 જેટલા ભાવિકોને પ્રવેશ મળશે.દિવસ દરમિયાન પાંચ ધ્વજા ચડે છે.આજે,મંદિર બંધની ઐતિહાસિક ઘટનામાં જય રામદેવ મહિલા મંડળ,મહેન્દ્રભાઇ જશાની,જયશ્રીબેન પટેલ,આહિર સમાજ પગપાડા સંધ અને ગીતાબેન પરમાર નામના
ભાવિકની ધ્વજા આરોહણ થશે.

કોરોના વાયરસની સંભવિત અસરના પગલે દ્વારકામાં યાત્રીકોનો ઘરખમ ઘટાડો થયો છે.દ્વારકાની બજારો સુમસામ જોવા મળી રહી છે.હોટલમાલીકોને ધંધામાં ભારે ખોટ પડી છે.હોટલસંચાલકોના જણાવ્ય મુજબ 90 ટકા જેટલા હોટલના બુકિંગ પણ રદ્દ થયા છે.
અન્ય સમાચારો પણ છે...