તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ગુરૂદ્વારા સર્કલ નજીક જલારામનગર વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહીત રૂ.30,570ની માલમતા કબજે કરી હતી.જામનગરમાં ગુરૂદ્વારા સર્કલ વિસ્તારમાં સીટી બીના સર્વેલન્સ સ્કવોડના પી.એસ.આઇ. વાય.એ.દરવાડીયા સહીતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો.

જે દરમ્યાન પોલીસ ટીમને અમુક શખ્સો જલારામનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની માહિતી મળી હતી.જેના આધારે પોલીસે તુરંત જ ત્યાં ધસી જતા પાંચ શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે પ્રવિણ ઉર્ફે સુખો કાળુભાઇ માણેક, અલી ઇસ્માઇલભાઇ સમા,મહેશ મોહનભાઇ બલદાણીયા, રવિ બાબુભાઇ વીરમીયા અને રાજુ ઉમેદભાઇ મુંદ્રાને પકડી પાડી તમામના કબજામાંથી રૂ.30,570ની રોકડ ઉપરાંત ગંજીપાના સહીતની માલમતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડાના પગલે સંબંધિત વિસ્તારમાં ક્ષણિક અફડા તફડી પણ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...