તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતે કોર્પોરેટર્સને સ્પોર્ટસ સંકુલમાં નિ:શુલ્ક સુવિધાનો ઠરાવ રદ કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિવાદાસ્પદ બનેલા કોર્પોરેટરોને મફત સુવિધા તેમજ ભૂતપૂર્વ કોર્પોરેટરો, મહાપાલિકાના કર્મચારીઓ અને વિશ્વનાથ વ્યાયામ મંડળના સભ્યોને 20 ટકાની રાહત આપતો ઠરાવ અંગેના અહેવાલ પ્રસિધ્ધ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અંતે સ્પોર્ટસ કમિટીની મળેલી બેઠકમાં આ ઠરાવ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલની સ્પોર્ટસ સંકુલ મેનેજીંગ કમિટીની મિટીંગ શુક્રવારે રાખવામાં આવી હતી. જેમાં કોર્પોરેટરોને સ્પોર્ટસ સંકુલમાં ફી માફી તેમજ ભૂતપૂર્વ કોર્પોરેટરોને 20 ટકાની ફીમાં રાહત અને વિશ્વનાથ વ્યાયામ મંડળના મેમ્બરો અને કોર્પોરેશનના કર્મચારીઓને 20 ટકાની રાહત આપતો વિવાદાસ્પદ ઠરાવ લાવવામાં આવ્યો હતો. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થતાં ભારે હોબાળો મચી ગયો હતો, ચો તરફથી આને ભારે ટીકકા થઇ હતી. જે બાદ સ્પોર્ટસ કમિટીની મળેલી બેઠકમાં કમિશનર, મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં આ વિવાદાસ્પદ ઠરાવ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો