તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલંભા કન્યા સ્કૂલના મહિલા આચાર્ય વય મર્યાદાનો વિદાય કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા. 25ના જોડિયા તાલુકાની બાલંભા કન્યા શાળાના આચાર્ય કુસુમબેન રાઘવાણીનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં જોડિયા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી ગજેરા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ પનારા, મહામંત્રી ગેલાભાઈ જારીયા, બાલંભા હાઈસ્કૂલના આચાર્ય જાડેજા, દેનાબેન્કના મેનેજર, બાલંભાની આજુબાજુની પેટા શાળાના આચાર્યો, શિક્ષકો, એસ.એમ.સી.અધ્યક્ષ, વાલીઓ તથા કુસુમબેનના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત બેનને શુભકામના આપી હતી. કન્યા શાળાની બાળાઓએ ગણેશ સ્તુતિ સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. નિવૃત બેનએ શાળાને રૂા. 10,000નું રોકડ પ્રોત્સાન આપ્યંુ અને અગાઉ તાલુકા સંઘને રૂા. 5000નું અનુદાન અાપ્યું હતું. કાર્યક્રમમા કન્યા શાળાના શિક્ષક હીનાબેન કગથરા દ્વારા બહેન સાથેના સંસ્મરણોનેની તાજી કરી હતી. કાર્યક્રમનું સંચાલન તાલુકા શાળાના શિક્ષક શિલ્પાબેન હોથી દ્વારા કરવામાં આવ્યું અને અંતમાં તાલુકા આચાર્ય ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા આભાર દર્શન તથા સમૂહ ભોજનની વ્યવસ્થા મહેશભાઈ ગોધાણી તથા સ્ટાફ મિત્રો દ્વાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...