Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામદુધઇમાં ખેતીની ઉપજનો ભાગ માંગતા પુત્ર પર પિતાનો હુમલો
જોડીયા તાલુકાના જામદુધઇ ગામના વતની યુવાન પર ખપારી વડે તેના જ પિતાએ હુમલો કર્યાની અને ફોનમાં ભાઇએ પણ ગાળો ભાંડી ધમકી આપ્યાની ફરીયાદ બંને સામે નોંધાવીછે.ભોગ બનનાર યુવાને તેની ભાગમાં વાવેતર માટે આપેલી જમીનનો ભાગ માંગતા આ હુમલો અને ધમકી ઉચ્ચાર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. અા બનાવે ગામ તેમજ જોડિયા તાલુકાભરમાં ભારે ચકચાર જગાવી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબીમાં હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં રહેતા દિપકભાઇ નાથાભાઇ અઘેરા નામના યુવાને તેના પર ખપારી વડે હુમલો કરી મુળ ઇજા પહોચાડયાની ફરીયાદ તેના પિતા નાથાભાઇ ચકુભાઇ સામે નોંધાવી છે. જેમાં દિપકભાઇને તેના ભાઇ ભાવેશએ પણ ફોનમાં ગાળો ભાંડી ધમકી આપ્યાનુ જાહેર થયુ છે.
ભોગગ્રસ્ત દિપકભાઇએ તેની જમીન ભાગમાં વાવેતર માટે પિતાને આપી હતી જે જમીનના ઉપજનો ભાગ માંગતા એકદમ ઉશ્કેરાઇ જઇ આ હુમલો અને ધમકી આપ્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવની ભોગ બનનાર દિપકભાઇ અઘેરાની ફરીયાદ પરથી જોડિયા પોલીસે હુમલો અને ફોનમાં અપશબ્દો ઉચ્ચારી ધમકી આપવા સબબ તેના પિતા અને ભાઇ સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે જામદુધઇ સહિત જોડીયા પંથકભરમાં ભારે ચકચાર જગાવી છે.
અન્ય એક બનાવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ ગામે રહેતા મુમતાજબેન ગુલાબસા ખલીફા નામના મહિલાના મકાનની દિવાલ ઉપર તે વિસ્તારમાં રહેતા અલન મુસા પાજરી અને અદ્રેમાન ઉંમર સપ નામના શખ્સો ટ્રસ્ટની જાહેરાત લખી રહયા હતાં આથી આ અંગે મુમતાજબેને ના પાડતા બન્ને શખ્સોએ એકદમ ઉશ્કેરાઇ જઇ તેણીના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનાે બનાવ સામે આવ્યેા છે. આ બનાવની ભોગગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે ઓખા મરીન પોલીસે બન્ને શખ્સો સામે ગાળો ભાંડી, ધાક-ધમકી આપ્યાનાે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બેટમાં દિવાલ પર જાહેરાત લખવાની ના પાડતા પરિવારને ધમકી અપાઇ