તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં પરિવારના પાંચ સભ્યે કરેલા સામૂહીક આપઘાતમાં ઝડપી ન્યાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં પરિવારના પાંચ સભ્યે કરેલા સામૂહીક આપઘાતમાં ઝડપી ન્યાય આપવા વણીક કંદોઇ સુખડીયા જ્ઞાતિ દ્વારા તા. 11 જાન્યુ.ના મૌન રેલીનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી વણીક કંદોઇ સુખડીયા જૈન સમાજ જોડાશે. રેલી બાદ કલેકટરને આવેદન પાઠવશે.

પોલીસ તપાસમાં આર્થિક સંકડામણથી આ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો જૈન સમાજે આક્ષેપ કરી આ મામલે તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.ત્યારે ઝડપી ન્યાયની માંગ સાથે વણીક કંદોઇ સુખડીયા જ્ઞાતિએ તા.11 જાન્યુ.ના મૌન રેલી યોજી કલેકટરને આવેદન પાઠવશે.મૌન રેલી ગ્રેઇન માર્કેટ પાસે આવેલી અમૃતવાડીએથી નીકળશે તેમ જ્ઞાતિના પ્રમુખ સુરેશભાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...