તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવાંશ ગ્રૂપ દ્વારા રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ધમાકેદાર પરફોર્મન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | યોગા એન્ડ કલ્ચરલ એસોશિએશન ઓફ ગુજરાત ભાવનગર દ્વારા રાજરાજેશ્વર ધામ મુ. જાખણ તા.લીંબડીમાં આયોજિત ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં શહેરની શાળા નં. 37નાં ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા ‘શિવાંશ ગૃપ’ નાં નામથી ભાગ લઇ ધમાકેદાર પરફોર્મન્સ કરી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેળવેલ છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શંકર કૌશલ્યા, જનક પરીયાર, સુનીલ મકવાણા, ધિરજ વિશ્વકર્મા, ઇન્દ્રજીત જાડેજા તથા વર્તમાન વિદ્યાર્થીઓ શિવભદ્ર જાડેજા, ગૌરવ જેઠવા, અજય મકવાણા, હેમાંશુ ગેહલોત, જીત નાગર, કરણ સોની વગેરેએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તમામ સ્પર્ધકો આગામી દિવસોમાં નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિને શાળાના આચાર્ય વિક્રમસિંહ જાડેજા સહીત સમગ્ર સ્ટાફે બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...